GSTV
Home » News » Indigoને ટક્કર આપવા માટે SpiceJet માત્ર આટલા રૂપિયામાં તમને કરાવશે હવાઇ મુસાફરી

Indigoને ટક્કર આપવા માટે SpiceJet માત્ર આટલા રૂપિયામાં તમને કરાવશે હવાઇ મુસાફરી

લૉ કોસ્ટ એરલાઇન SpiceJetએ પોતાના મૉનસૂન મેગા સેલ ઑફરને આગળ વધારી દીધી છે. લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અને Indigo દ્વારા પોતાની એનિવર્સરી પર 1212 ઑફર શરૂ કર્યા પછી SpiceJetએ આ ઑફર આગળ વધારી દીધી છે.

આ ઑફર હેઠળ યાત્રીઓ 999માં ટિકિટ બુક કરાવી શકશે. આ માટે 4-8 જૂલાઇ ટિકિટ બુક કરાવવાની હતી, જેને વધારીને 13 જૂલાઇ સુધી કરી દેવામાં આવી છે. યાત્રી 8 ઑક્ટોબર સુધી યાત્રા કરી શકે છે. યાત્રીઓને કંપનીની વેબસાઇટ પર જઇને ટિકિટ બુક કરાવવાની રહેશે, ત્યારે સીટ, ખાવાનું અને સ્પાઇસમેક્સ જેવી સુવિધાઓ પર 20% સુધી વધારે ડિસ્કાઉન્ટ મળશે.

સેલ ઑફર કેવલ માત્રા એક તરફની મુસાફરી પર જ મળશે. ગ્રુપ બુકિંગ કરાવવા પર આ ઑફરનો લાભ નહી મળે, કેન્સલ કરાવવા પર રૂપિયા પરત કરવામાં આવશે, પરંતુ થોડા કાપીને પરત કરવામાં આવશે. મુસાફરો પોતાની યાત્રાની તારીખ અને સમય બદલાવી શકે છે, જેના માટે રૂપિયા આપવા પડશે.

Indigoની છે આ ઑફર વિશે જાણો…

12 વર્ષ સુધી દેશમાં પોતાની હવાઇ સેવા પૂરી પાડનાર લૉ કોસ્ટ એરલાઇન કંપની Indigo પોતાની એનિવર્સરી પર 4 દિવસ માટે સેલ ઑફર શરૂ કરી છે. આ ઑફર હેઠળ 12 લાખ ટિકિટ સેલમાં છે, જેના માટે યાત્રીઓને 1212 રૂપિયાની શરૂઆતી કિંમત પર યાત્રા કરવાનો મોકો મળશે.

યાત્રી આ ઑફર હેઠળ બુક કરાવેલી ટિકિટ પર 25 જૂલાઇથી લઇને 30 માર્ચ 2019 સુધી સફર કરી શકશે. બુકિંગ કરાવવા પર 25% ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય યાત્રીઓને 3000 રૂપિયાથી વધારેની ટિકિટ બુક કરાવવા પર 5%ની વધારે ડિસ્કાઉન્ટ મળશે અને તેનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરવાનું રહેશે.

Indigoને 4 ઓગ્સ્ટના 12 વર્ષ પૂરા થશે. આ ઑફર હેઠળ 57 શહેરોમાં યાત્રા કરીને શકશે અને 13 જૂલાઇના ટિકિટ બુક કરાવવા માટે છેલ્લી તારીખ છે.

Related posts

આ સસ્તા પ્લાન સાથે Airtel આપી રહ્યું છે 4 લાખ રૂપિયાનો જીવન વીમો !!! જાણો શું છે ઓફર…

Arohi

કમલેશ તિવારીની હત્યાના આરોપી ફેઝાનની તસવીર આવી સામે

Nilesh Jethva

જો તમે ફુડ લવર્સ છો તો ભારતના ત્રણ શહેરોની જરૂર કરો શેર, દિલ જીતી લેશે અહીંનો સ્વાદિષ્ટ ટેસ્ટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!