GSTV

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Last Updated on September 25, 2021 by Zainul Ansari

સરકારની નવી લોન્ચ કરવામાં આવેલી ઇનકમ ટેક્સ ફાઇલિંગ વેબસાઇટ પર ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે પોર્ટલ પર તમારુ અકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમે પ્રથમ વખત ITR ફાઇલ કરી રહ્યા હોય, તો તમારે સૌ પ્રથમ નવા ટેક્સ ફાઇલિંગ પોર્ટલ પર રજીસ્ટર કરાવવા પડશે. ચાલો જાણીએ નવી ટેક્સ ફાઇલિંગ વેબસાઇટ પર રજીસ્ટર અને અકાઉન્ટ કેવી રીતે રીતે ખોલી શકાય.

નવા ઇનકમ ટેક્સ પોર્ટલ પોતાને રજીસ્ટર કરાવતા પહેલા, વ્યક્તિ પાસે વેલિડ અને એક્ટિવ પેન હોવું જોઇએ. તેની સાથે તેની પાસે તેનો મોબાઇલ નંબર અને ઈમેલ આઈડી પણ હોવી જોઇએ.

પોર્ટલ પર રજીસ્ટર કરાવવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો

  • સ્ટેપ 1 – પગલું 1: સૌ પ્રથમ નવા ઇનકમ ટેક્સ પોર્ટલ- www.incometax.gov.in ખોલો.
  • સ્ટેપ 2 – નવા પોર્ટલ પર રજિસ્ટર ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 – ત્યારબાદ ટેક્સપેયર ઓપ્શનનો સિલેક્ટ કરો. પછી તમારા પેન નંબર નોંધાવો અને વેલિડેટ પર ક્લિક કરો. જો તમારુ પેન પહેલાથી રજીસ્ટર્ડ અથવા ઇનેક્ટિવ છે, તો એરર મેસેજ બતાવશે. તમારે ઇન્ડીવિઝ્યુઅલ ટેક્સપેયર તરીકે રજીસ્ટર કરાવવા માટે કન્ફર્મ કરવું પડશે. એક પેન વેલિડેટ થઈ જાય, તો ‘Continue’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 4 – પછી, તમારે તમારી બેઝિક ડિટેલ જેમ કે છેલ્લું નામ, પ્રથમ નામ, વચ્ચેનું નામ, જન્મ તારીખ, લિંગ અને રેસિડેન્શિયલ સ્ટેટસ (રેસિડેન્ટ/ નોન-રેસિડેન્ટ) દાખલ કરવી પડશે. એકવાર ડિટેલ્સ ભરાઈ જાય પછી, ‘Continue’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5 – નેક્સ્ટ ટેબમાં તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ ભરવી પડશે, જેમ કે પ્રાઇમરી મોબાઇલ નંબર અને પ્રાઇમરી ઈમેલ આઈડી. તમારે એ પણ સિલેક્ટ કરવો પડશે કે પ્રાઇમરી મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારો કે કોઇ અન્યનો. કોમ્યુનિકેશન માટે એડ્રેસ પણ નાંખવું પડશે.
  • સ્ટેપ 6 – આ પછી તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર વન ટાઈમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે. ધ્યાનમાં રાખો કે OTP માત્ર 15 મિનિટ માટે માન્ય રહેશે. OTP દાખલ કર્યા પછી, ‘Continue’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 7 – તમારે અત્યાર સુધી દાખલ કરેલી તમારી બધી ડિટેલ્સ વેરિફાઈ કરવી પડશે. જો તમે દાખલ કરેલી ડિટેલ્સમાં કોઈ ભૂલ હોય, તો તમને છેલ્લા સ્ટેપમાં તેને એડિટ કરવાનો વિકલ્પ મળશે. ડિટેલ્સ વેરિફાઈ કર્યા પછી ‘Confirm’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 8 – પછી પાસવર્ડ દાખલ કરો અને તેને જ કન્ફર્મ્ડ પાસવર્ડ માટે ભરો.
  • સ્ટેપ 9 – તમારે તેમા પર્સનલાઇઝ્ડ મેસેજ પણ નાંખવો પડશે. આ મેસેજ તમને દર વખતે દેખાશે, જ્યારે નવા ઇનકમ ટેક્સ પોર્ટલ પર તમે તમારા અકાઉન્ટમાં લોગ ઇન કરશો. તેનાથી તમને ઓળખવામાં મદદ મળશે કે તમે સાચી વેબસાઇટમાં લોગ ઇન કરી રહ્યા છો, ફેક વેબસાઇટ પર નહીં. ફરી એકવાર મેસેજ નાખવા પર રજીસ્ટર પર ક્લિક કરો.

તમે નવા ઇનકમ ટેક્સ પોર્ટલ પર રજીસ્ટર થઈ જશો. હવે તમે ટેક્સ રિટર્ન ફાઇન કરવા માટે લોગ ઇન કરી શકો છો.

Read Also

Related posts

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / વધારે પડતુ વિચારવાની આદત બનાવી શકે છે તમને માનસિક રોગી, જાણો કેવી રીતે મેળવવો છુટકારો…?

Zainul Ansari

પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, બદલી નાંખે છે કિસ્મત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!