GSTV

ITR Filing 2019-20 : જાતે જ ચેક કરી લો કેટલો ચુકવવો પડશે Tax, આટલી સરળ છે ગણતરી

ટેક્સ

ઇનકમ ટેક્સ ફાઇલ (Income Tax Filing) માટે સંબંધિત તમામ દસ્તાવેજ એકઠા કર્યા બાદ આગામી પગલુ ટેક્સ કપાત બચાવવા માટે કેટલીક આવક જાણવાની હોય છે. ઇનકમ ટેક્સના(Tax) નિયમો અનુસાર ગ્રોસ સેલરી (Gross Salary) પાંચ ભાગોમાં વહેંચવામાં આવે છે. તેમાં સેલરી, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસના નફાની આવક, પ્રોફેશન અને અન્ય સાધનોથી આવકને સામેલ કરવામાં આવી છે. આવકનુ સાધન ઓળખતા તમારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇનકમ ટેક્સ (Income Tax) ભરવાનો છે. તમારી 2019-20 નાણાકીય વર્ષની ગણતરી માટે કેટલીક વાતો અહીં જણાવવામાં આવી છે. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે કરી શકો છો ઇનકમ ટેક્સની ગણતરી…

હેડ સેલરી અંતર્ગત આવક

તેમાં તમને વાર્ષિક આવક વિશે કંપની તરફથી મળેલા ફોર્મ 16 દ્વારા જાણી શકાય છે કે તમારો ટેક્સ કપાયો છે કે નહી. તેમાં ટોટલ સેલરી પર કેટલા ટકા ટેક્સ લાગશે તે વિશે જણાવવામાં આવ્યું હોય છે અને કેટલો ટેક્સ કપાયો કે પણ જાણકારી મળે છે. કર છૂટ માટે કરદાતાએ પોતાના કેટલાંક ઇનવેસ્ટમેન્ટ દસ્તાવેજ પણ જમા કરાવવાના હોય છે. હાઉસ રેન્ટ, સ્ટાન્ડર્ડ ડિડક્શન, લીવ અથવા ટ્રાવેલ ભથ્થા પર ટેક્સ છૂટ મળે છે. હાઉસ રેન્ટ એક વર્ષમાં એક લાખથી ઉપર જાય તો ટેક્સ બચત માટે તમારે મકાન માલિકનુ પેન કાર્ડ ઓફિસમાં આપવાનું રહેશે. 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે કોઇ દસ્તાવેજની જરૂર નહી પડે. જો તમને તમારી ઓફિસમાં ફોર્મ 16 ન મળ્યું હોય તો ટેક્સ કપાત વિશે સેલરી સ્લિપથી જાણી શકાશે.

હાઉસ પ્રોપર્ટીથી આવક

તમે તમારા ઘરને ભાડે આપ્યું હોય તો તે આવકને તેની અંતર્ગત દર્શાવવી પડે છે. જો કોઇની પાસે એક ઘર હોય જેમાં તે પોતે રહેતા હોય તો આવક ઝીરો હશે. આ ઉપરાંત કોઇ ઘરની લોન ચાલી રહી હોય તો તેના વ્યાજને લઇને બે લાખ રૂપિયા સુધીની કપાત માટે ક્લેમ કરી શકાય છે. બે અથવા ત્રણ ઘરમાં જો પોતે જ રહેતા હોય તો તેના પર ટેક્સ નહી લાગે. આ વ્યવસ્થા 2019-20ના નાણાકીય વર્ષથી લાગુ થઇ છે.

હાઉસ ઇનકમ પર ટેક્સ (Tax)ગણતરી આ રીતે થશે

1. અપેક્ષિત ભાડા અને નગરપાલિકા મૂલ્યાંકનની તુલના કરો અને બંને વચ્ચેનું જે મૂલ્ય વધુ હોય તે લો. તેને અપેક્ષિત ભાડુ કહેવામાં આવે છે.

2. વાસ્તવિક ભાડાને અપેક્ષિત મૂલ્યની સાથે તુલના કરો અને તેમાંથી જે વધુ હશે તે વાર્ષિક ગ્રોસ વેલ્યૂ માનવામાં આવશે.

3. ગ્રોસ એન્યુઅલ વેલ્યૂ દરમિયાન નગરપાલિકા કરમાં કપાત કરીને શુદ્ધ વાર્ષિક મૂલ્યની ગણતરી કરો.

4. વાર્ષિક મૂલ્યથી ત્રણ ટકા ઘરના મેન્ટેનેન્સ માટે કાપી લો અને તેમાં દસ્તાવેજ બતાવવાની જરૂર નથી. લોનમાં વ્યાજ ચુકવ્યું હોય તો કાપી લો. તે બાદ જે રકમ આવે તે પ્રોપર્ટીથી થતી આવક છે. જે સકારાત્મક અને નકારાત્મક બંને હોઇ શકે છે.

બિઝનેસના નફામાંથી થતી આવક

સંપત્તિ જેવી કે ઘર, મ્યુચ્યુઅલ ફંડ વગેરેના વેચાણથી થતી આવક પર ટેક્સ લાગે છે, તેમાં તે પણ જોવામાં આવે છે કે વ્યક્તિએ કેટલા સમય સુધી આ સંપત્તિઓને વેચી છે. શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ બે પ્રકારના કેપિટલ ગેન્સ હોય છે. ઇક્વિટી ઓરિએંટેડ મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી શેરને અલગ એક વર્ષથી વધુ સમય સુધી રાખવામાં આવે તો તે LTCG અંતર્ગત આવે છે. અનુક્રમણિકા વિના તેમાં 10 ટકા ટેક્સ કપાય છે. જો એક વર્ષ પહેલા વેચી દેવામાં આવે તો STCG અંતર્ગત 15 ટકા કપાત થાય છે. મ્યુચ્યુઅલ ફંડનો ટેક્સ ઇક્વિટી ફંડથી અલગ હોય છે.

પ્રોપર્ટી આવક

જો કોઇ ઘરને ખરીદ્યાના બે વર્ષ બાદ વેચી દેવામાં આવે તો તે LTCG અંતર્ગત આવશે. બેનિફિટનું આકલન કર્યા બાદ 20.8 ટકા ટેક્સ કપાશે. બે વર્ષ પહેલા વેચવા પર STCG લાગશે અને ટેક્સ સ્લેબ અનુસાર કપાત થશે.

બિઝનેસ અને પ્રોફેશન આવક

itr

વકીલ અથવા અન્ય આ પ્રકારના પ્રોફેશનલ વ્યક્તિઓએ પોતાનો નફો દર્શાવવો પડે છે. આ ઉપરાંત સ્ટોક માર્કેટ ટ્રાન્જેક્શન પણ દર્શાવવા પડે છે. તેમાં કેશ સિસ્ટમ અને એક્રુઅલ સિસ્ટમથી ટેક્સ કાઉન્ટ હોય છે. કેશ સિસ્ટમમાં ખર્ચાની ચુકવણી ક્યારે થઇ અને ક્યારે તેમને નફો થયો વગેરે આવે છે. એક્રુઅલ સિસ્ટમમાં તે ડ્યુ હોય છે, ચુકવણી થઇ કે નહી તેનો કોઇ અર્થ નથી.

અન્ય આવકના સાધન

ઉપરના ચારેય સાધનમાં ન દર્શાવવામાં આવેલી આવક આમા આવે છે. બચત ખાતામાંથી વ્યાજ, ફિક્સ્ડ ડિપોઝિટ, ડિવાઇડેડ ઇનકમ, કમિશન ઇનકમ વગેરે તેના અંતર્ગત આવે છે.

Read Also

Related posts

કોરોના કાળમાં દેશ-વિદેશમાં વધી Kangra Teaની માગ, જાણો શું છે તેનું કારણ

Mansi Patel

રાજકોટ/ માધાપરમાં ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી છે વંચિત, “વિકાસ ઝંખે માઘાપર”- “વિકાસ નહી તો વોટ નહી” જેવા નારાઓ લગાવ્યા

pratik shah

ફાયદાની વાત/ Jioએ બદલી નાંખ્યો છે પોતાનો આ સૌથી પોપ્યુલર રિચાર્જ પ્લાન, હવે FREE મળશે 15GB ડેટા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!