GSTV

શું તમે જાણો છો? ITR ફોર્મ સબમિટ કર્યા બાદ આ કારણે વેરિફિકેશન કરવું છે જરૂરી, અહીંયા જાણો સરળ સ્ટેપ્સ

Last Updated on December 18, 2020 by Ankita Trada

ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મ ભર્યા બાદ તેમનો ઈ-વેરિફાઈ કરવો જરૂરી છે. તેના વગર તમારી રિટર્ન ફાઈલિંગ પૂર્ણ થતી નથી. ITR ફાઈલ કરવાનો અંતિમ સ્ટેપ ફોર્મ સબમિટિંગનો નહી, પરંતુ વેરિફિકેશનનો હોય છે. સામાન્ય રીતે તો વેરિફિકેશન ઓફલાઈન પણ કરી શકાય છે. તે માટે 120 દિવસનો સમય પણ મળે છે. આમ તો સરળ રીત ઈલેક્ટ્રોનિક વેરિફિરેશનનું છે. તો આવો જાણીએ ઈ-વેરિફાઈની શું રીત છે.

નેટબેન્કિંગથી કરી શકો છો વેરિફિકેશન

નેટબેન્કિંગ થકી પણ ITR ને વેરિફાઈ કરી શકો છો. તે માટે પોતાના બેન્કની વેબસાઈટ પર લોગ ઈન કરો. તેમાં ટેક્સ ટેબમાં ઈ-વેરિફાઈનો ઓપ્શન હોય છે. ત્યારબાદ ઈનકમ ટેક્સ વિભાગના માય એકાઉન્ટ ટેબ પર ક્લિક કરી EVC જનરેટ કરી શકાય છે. આ પર ક્લિક કરતા જ તમારે ઈમેલ અને મોબાઈલ ફોન પર 10 આંકડાનો એક કોડ આશે. આ કોડ 72 કલાક સુધી વેલિડ હોય છે. હવે માય એકાઉન્ટ ટેબમાં જાઓ અને EVC નાખો. તેને સબમિટ કરતા જ તમારે ITR વેરિફાઈ થઈ જશે.

આધાર OTP થકી વેરિફિકેશન

આધાર OTP થકી ITRનું ઈ-વેરિફિકેશન થઈ શકે છે. તે માટે તમારા મોબાઈલ નંબરનું આધાર સાથે લિંક હોવુ જરૂરી છે. તેનાથી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. આયકર વિભાગની સત્તાવાર વેબસાઈટ પર આ વન ટાઈમ પાસવર્ડને નાખ્યા બાદ તમે સબમિટ બટન પર ક્લિક કરશો તો ITR વેરિફાઈ થઈ જશે. શેર ટ્રેડિંગ કરનાર ડીમેટ એકાઉન્ટ થકી ITR વેરિફાઈ કરી શકો છો.

ITR વેરિફાઈ કરતા પહેલા તમારે પોતાનો ડીમૈટ એકાઉન્ટ વેલિટેડ કરવાનો રહેશે. તમારા ડીમેટ એકાઉન્ટ જેના પર ડિપોજટરી (NSDL અથવા CDSL) માં છે, ત્યાં લોગ ઈન કરી તમે પોતાનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે નાખી વેલિડેશન કરી શકે છે.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!