GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

CORONA વાયરસથી ભયંકર ખુવારી, 9,134 મોતમાં સારવાર કરનાર 51 ડોક્ટરો પણ મોતને ભેટ્યા

corona

કોરોના (corona) વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખે પહોંચી ગઈ છે. તેમાં ત્રણ લાખથી વધારે કેસ યુરોપમાં છે. વિશ્વભરમાં મૃત્યાઆંક 27,365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની અંદર કોરોના વાઈરસના 1 લાખ 4 હજાર 205 કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 1700થી વધી ગયા છે. ઈટાલીમાં 86,498 કેસ નોંધાયા છે. અહી મૃત્યુઆંક 9134 થયો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ કોરોનના કેસ અમેરિકામાં નોંધાયા છે. જ્યાં એક લાખથી વધુ લોકોના પોઝિટીવ કેસ છે. જ્યારે સૌથી વધુ મૃત્યુઆંક ઈટાલીમાં છે. ઈટાલીમાં કોરોનાથી મૃત્યુઆંક 9 હજારને પાર છે અને 86 હજારથી વધુ પોઝિટીવ કેસ છે. આ ઉપરાંત સ્પેનમાં 64 હજારથી વધુ કેસ અને જર્મનીમાં 50 હજારથી વધુ કેસ છે. ભારતમાં પણ કોરોના પોઝિટીવ કેસ 900ના આંકને વટાવી ગયો છે.

વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ

દેશકેસ મોત
અમેરિકા1042051701
ઈટાલી864989134
ચીન813943295
સ્પેન657195138
જર્મની50871351
ફ્રાન્સ329641995
ઈરાન323322378
બ્રિટન14543759
સ્વિત્ઝરલેન્ડ12928231
દ. કોરિયા9478144
નેધરલેન્ડ8603546
ઓસ્ટ્રિયા769758
બેલ્જિયમ7284289
તુર્કી569892
કેનેડા 475755
પોર્ટુગલ426876
નોર્વે377119
ઓસ્ટ્રેલિયા357314
બ્રાઝિલ347793
સ્વિડન3069105
ઈઝરાયલ303512
મલેશિયા216126
આયર્લેન્ડ212122
ભારત88720

કોરોના વાયરસનો ગઢ બની ચુકેલા ઈટાલીમાં દર્દીઓને સાજા કરવા માટે મથામણ કરી રહેલા ડોક્ટરોમાંથી ઘણા આ વાયરસ સામે જીંદગીનો જંગ હારી ચુક્યા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 51 ડોક્ટરોના પણ આ વાયરસના કારણે મોત થયા છે. આ તમામ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. તેમના સારવાર દરમિયાન મોત થયા હતા. ઈટાલીના ડોક્ટર એસોસિએશનના અધ્યક્ષ ફિલિપો અનેલ્લીએ તાજેતરમાં જ આ ખતરાને જોતા ડોક્ટરો માટે વધારે સુરક્ષા ઉપકરણોની માંગણી પણ કરી છે.

દરમિયાન ઈટાલીને આ વાયરસે જબરદસ્ત ભરડો લીધો છે. ક્યારે આ મહામારી દુર થશે તેના કોઈ એંધાણ મળી રહ્યા નથી. શુક્રવારે તો 1000 દર્દીઓ ઈટાલીમાં મોતને ભેટતા હાહાકાર મચી ગયો છે. ઈટાલીમાં મરનારા લોકોની સંખ્યા 9000ને પાર કરી ગઈ છે. બીજા હજારો લોકો સંક્રમિત થયેલા છે. ઈટાલીમાં સતત નવા દર્દીઓ સામે આવી રહ્યા છે.

Related posts

દેશમાં અનલોક -1ના અમલ વચ્ચે કોરોના મહામારી રોકવા આ રાજ્યે પોતાની તમામ સરહદો કરી સીલ

Harshad Patel

વડાપ્રધાન લુડોવિચ માસ્ક ન પહેરવાનો દંડ ભરશે પણ અમદાવાદના મેયરે ન ભર્યો , આ તફાવત છે

Dilip Patel

ગણતરીના કલાકોમાં જ Coronaના કેસ 2 લાખના આંકને વટાવશે, કોરોના ગયો નથી યાદ રાખજો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!