GSTV

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Last Updated on September 26, 2021 by Zainul Ansari

આઈટીબીપીના 2 અધિકારીઓએ હાડ થિજવતી ઠંડીમાં માનસલૂ શિખર પર તિરંગો ફરકાવ્યો હતો. આ વિશ્વનું આઠમું સૌથી ઊંચુ શિખર છે, જે સમુદ્ર તટથી 8 હજાર 163 મીટરની ઊંચાઈ ધરાવે છે. કમાન્ડેન્ટ રતન સિંહ સોનલ અને ડેપ્યૂટી કમાન્ડેન્ટ અનૂપ કુમારે 7 સપ્ટેમ્બરે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

આ પહેલા પણ બંને અધિકારીઓએ હિમાલયના ઘણા શિખરો સર કરવામા સફળતા મેળવી છે. આઈટીબીપીના નામે માઉન્ટ એવરેસ્ટ સહિત 220થી વધુ પર્વતારોહણ અભિયાનનો રેકોર્ડ નોંધાયેલો છે. આ માટે સમગ્ર દળને 7 પદ્મશ્રી અને 14 તેનજિંગ નોર્ગે એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યું છે.

ડેરડેવિલ્સ ઓપરેશનનું કર્યું નેતૃત્વ

ITBPના આ અધિકારીઓએ મુશ્કેલ નંદા દેવી પર બચાવ કામગીરી ડેરડેવિલ્સનું નેતૃત્વ પણ કર્યું હતું. જુલાઈ 2019માં આ ઓપરેશનમાં ચાર વિદેશી નાગરિકોને બચાવવામાં આવ્યા હતા. બચાવ ટીમે 20 હજાર ફૂટની ઉંચાઈ પરથી સાત મૃતદેહ પણ બહાર કાઢ્યા હતા.

નોંધાયો છે અનોખો રેકોર્ડ

ભારત-ચીન સરહદની રક્ષા કરતી આ ટીમનું નામ પર્વતારોહણમાં ઘણા રેકોર્ડ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટીમે માઉન્ટ એવરેસ્ટ સહિત 220થી વધુ પર્વતારોહણ અભિયાનો પૂર્ણ કર્યા છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. આ માટે સમગ્ર ટીમને સાત પદ્મશ્રી અને 14 તેનઝિંગ નોર્ગે પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

મુસાફરો આનંદો: શહેરમાં પરિવહન માટે BRTSનો ઉપયોગ કરનારાઓ હવે મેળવી શકશે માસિક પાસ

pratik shah

TET 2021 Rescheduled : શિક્ષક પાત્રતા પરીક્ષાની નવી તારીખો થઇ જાહેર, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

Vishvesh Dave

ખાસ વાંચો/ PF એકાઉન્ટમાં આવી ગયું છે વ્યાજ તો 1 જ કલાકમાં આ રીતે ઉપાડો રૂપિયા, આટલી સરળ છે પ્રોસેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!