GSTV
Home » News » ઉત્તરાખંડના બારાહોતીમાં ચીને ફરીવાર કરી ઘુસણખોરી : આટીબીપી રિપોર્ટ

ઉત્તરાખંડના બારાહોતીમાં ચીને ફરીવાર કરી ઘુસણખોરી : આટીબીપી રિપોર્ટ

ચીને ફરીવાર ઉત્તરાખંડના બારાહોતીમાં ઘુસણખોરી કરી છે. ઘુસણખોરી અંગેનો દાવો આટીબીપીના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બારાહોતીમાં 6, 14 અને 15 ઓગસ્ટના રોજ ઘુસણખોરી કરવામાં આવી હતી. ચીનની 4 કિલો મીટર સુધી ભારતીય સીમમાં અંદર આવી ગઈ હતી. જોકે ચીની સેનાને ભારતીય જવાનોએ વિરોધ કરીને તગેડી મુકી હતી. આ પહેલા પણ ચીની સૈનિકો બારાહોતીમાં અનેકવાર ઘુસણખોરી કરી ચૂક્યા છે.

ગત્ત ત્રણ જુલાઈ, 6 અને સાત જુલાઈના રોજ ચીની સૌનિકો બારાહોતી સહિત તુનજુન લા વિસ્તારમાં 200 મીટર સુધી અંદર ઘુસી આવ્યા હતા. 21 જુલાઈના રોજ ચીની સેના ડેપસાંગ પાસે 18 કિલોમીટર અંદર ઘુસી આવી હતી. આ વિસ્તારમાં ચીન અનેકવાર ઘુસણખોરી કરી ચુક્ય છે. ચીને માત્ર ઉત્તરાખંડના બારાહોતી સહિત લદ્દાખના ડેપસાંગ અને ટ્રેક્ટ જંકશનમાં પણ ઘુસણખોરી કરી ચુક્યુ છે. ચીની સૈનિકોની ઘુસણખોરીને અટકાવવા ભારતીય જવાનોએ ચીની સૈનિકોનો વિરોધ કર્યો હતો. જેથી ચીની સૈનિકોને પરત ફરવાની નોબત આવી હતી.

Related posts

આજે રાજેશ શુક્લા ન હોત તો દિલ્હીની આગમાં વધુ 11 લોકો મોતને ભેટેત, હાડકામાં વાગ્યું છતાં દોડી દોડીને લોકોને બચાવ્યા

Mayur

અસમનાં ડિબ્રૂગઢમાં રેલ દુર્ઘટના, પાટા પરથી ઉતર્યા માલગાડીનાં સાત ડબ્બા

Mansi Patel

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આગની ગોઝારી ઘટના બન્યા બાદ મૃતકોના પરિવારજનોને 2-2 લાખની આપી સહાય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!