GSTV

ગૌરવ/ પહેલીવાર સરહદનો મોરચો સંભાળશે ભારતની દિકરીઓ, ITBPની સૌપ્રથમ મહિલા અધિકારીઓનું સરહદે પોસ્ટિંગ

itbp

Last Updated on August 9, 2021 by Bansari

ભારત અને ચીન વચ્ચેની એલ.એ.સી. (લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ)ની સુરક્ષા કરતી આઇ.ટી.બી.પી. (ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ) દ્વારા તેની સૌપ્રથમ બે મહિલા અધિકારીઓને સરહદ પર પોસ્ટીંગ આપવામાંઆવ્યું છે . મસૂરીની ટ્રેનિંગ એકેડેમી ખાતે તાલીમ પૂર્ણ થયા બાદ બન્ને મહિલા અધિકારીઓને આસિસ્ટન્ટ કમાન્ડન્ટની રેન્ક પર પોસ્ટીંગ આપવામાંઆવ્યું છે. મસૂરી ખાતે આવેલી આઇ.ટી.બી.પી. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ખાતે 53 અધિકારીઓની પાસિંગ આઉટ પરેડ અને કમિશન સેરેમની યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી મુખ્ય અતિથિ હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ધામી અને આઇ.ટી.બી.પી.ના ડિરેક્ટર જનરલ એસ.એલ. દેશવાલે 680 પાનાંનાી હિસ્ટરી ઓફ આઇ.ટી.બી.પી. નામની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં આ દળની વિવિધ જાણી-અજાણી બાબતો લખવામાં આવી છે.

મહિલા

નવનિયુક્ત અધિકારી પ્રકૃતિના પિતા ફોર્સમાં જ ઇન્સ્પેક્ટર, દીકરીને સેલ્યુટ કરી અભિનંદન આપ્યા

આજે કમિશન ધનારી બન્ને અધિકારીઓ પ્રક્રિતી અને દીક્ષા કુમારના ખભા પર કમિશન રેન્ક મુખ્યમંત્રી ધામીઅને ડી.જી. દેશવાલ દ્વારા મૂકવામાં આવ્યા હતા. પ્રક્રિતીના પિતા એરફોર્સના નિવૃત્ત અધિકારી છે. જ્યારે દીક્ષાના પિતા કમલેસ કુમાર આઇ.ટી.બી.પી.માં ઇન્સપેક્ટર તરીકે જ ફરજ બજાવે છે. દીક્ષાની પાસિંગ આઉટ પરેડ બાદ તેના પિતાએ તેને સેલ્યુટ કર્યુ હતું અને ત્યારબાદ પુત્રીને ભેટી અભિનંદન પાઠવ્યા હતા.

Read Also

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!