GSTV
Euro and Tokyo Olympic Others Sports Trending

યુરો કપ/ ઈટાલી સેમિફાયનલમાં પહોંચતાં સ્ટાર ખેલાડીઓ ભાન ભૂલ્યા, એવું કર્યું કે સ્ટેડિયમમાં બેઠેલી યુવતીઓએ નીચું જોવું પડ્યું

યુરો કપ

વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલની યુરો કપ 2021 ટુર્નામેન્ટ હાલમાં ચાલી રહી છે. સેમિફાઈનલની ચાર ટીમો નક્કી થઈ ગયા બાદ રોમાંચ ચરમસીમાએ છે ત્યારે ક્વાર્ટરફાઈનલમાં જીતની ઉજવણી દરમિયાન ઈટાલીના ખેલાડીઓ ભાન ભુલી ગયા હતા.

ઈટાલીએ બેલ્જિયમને ક્વાર્ટર ફાઈનલમાં 2-1થી હરાવ્યુ હતુ. ઈટાલીની આ સતત 12મી જીત છે અને સેમિફાઈનલમાં પહોંચવાની ખુશીમાં ઈટાલીના સ્ટાર ખેલાડીઓ ભાન ભુલ્યા હતા. જીતની ઉજવણીની ખુશીમાં ઈટાલીના સ્ટાર ખેલાડીઓ સામે પોતાનું પેન્ટ ઉતારી નાંખ્યુ હતુ.

સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો પણ આશ્ચર્ય પામ્યા

આ ખેલાડીઓમાં ગિવાની ડી લોરેન્જો, આંદ્રે બેલોટી, એક્સેંડરો બાસ્તોનીનો સમાવેશ થતો હતો. તેમની આ હરકત જોઈને સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો પણ આશ્ચર્ય પામ્યા હતા. ખેલાડીઓની આ મુદ્દે ટીકા પણ થઈ રહી છે. સેમિફાઈનલમાં ઈટાલીનો સામનો સ્પેન સામે છે. ઈટાલીની ટીમ પોતાના ગ્રૂપની તમામ મેચો જીતી ચુકી છે.

બીજી સેમિફાઈનલ ઈંગ્લેન્ડ અને ડેન્માર્ક વચ્ચે રમાશે. ઈંગ્લેન્ડની ટીમે યુક્રેનને ગઈકાલે રમાયેલી એક તરફી ક્વાર્ટર ફાઈનલમાં પરાજ્ય આપ્યો છે. જ્યારે ડેનમાર્કે ચેક રિપબ્લિકને 2-1થી હરાવ્યું હતું. સાત જુલાઈએ ઈટાલી અને સ્પેન વચ્ચે તથા આઠ જુલાઈએ ઈંગ્લેન્ડ અને ડેનમાર્ક વચ્ચે સેમીફાઈનલ રમાશે.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV