GSTV

વેનિસ શહેરના મેયરનું વિવાદાસ્પદ નિવેદન, ‘અલ્લાહુ અકબર’ બોલે તો ગોળી મારી દેવી

ઇટાલીના વેનિસ શહેરના મેયર લુગેઇ બ્રુગનારોએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે શહેરમાં કોઇપણ અલ્લાહુ અકબરના નારા લગાવે તો તેને ગોળી મારી દેવામાં આવે.

સ્પેનના બાર્સિલોનામાં આતંકી હુમલા બાદ વેનિસ શહેરમાં સુરક્ષા વધારી દેવાઇ છે. અને શકમંદો પર નજર રખાઇ રહી છે. આ મામલે થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં બ્રુગનારોએ આ નિવેદન આપ્યું.

તેમણે કહ્યું કે જાણીતા સેન્ટ માર્ક્સ સર્કલ પર કોઇ પણ અલ્લાહુ અકબરનો નારો લગાવશે તો તે વ્યક્તિને ગોળી મારી દેવામાં આવશે અમે ગાર્ડને સતર્ક રહેવા કહીશું.

તેમણે કહ્યું કે વેનિસ શહેર બાર્સિલોના કરતા વધારે સુરક્ષિત છે તેમ છતાં અમે સતર્ક છીએ. તેઓ એક અપક્ષ નેતા છે. અને તેમને દક્ષિણપંથી રાજનીતિના પક્ષધર માનવામાં આવે છે.

Related posts

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva

ભારતના ટોચના અધિકારીઓના નેપાળ અને શ્રીલંકાના પ્રવાસથી ચીનના પેટ તેલ રેડાયું, ચીની અખબારે લગાવ્યો આ આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!