ફક્ત 70 રૂપિયામાં વિદેશમાં ખરીદો આલિશાન ઘર, જો જો તક જતી ના કરતાં

શું તમે સસ્તુ અને સારુ ઘર ખરીદવાનુમ વિચારી રહ્યા છો? તો આખબર તમારા માટે છે. કારણ કે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઇ રહ્યાં છે જ્યાં માત્ર 70 રૂપિયામાં શાનદાર ઘર મળશે અને તે પણ વિદેશમાં. અમે વાત કરી રહ્યાં છીએ ઇટલીની, જ્યાં તમે ફક્ત 70 રૂપિયામાં ઘર ખરીદી શકો છો.

અહીં મળશે 70 રૂપિયામાં આલિશાન ઘર

તમે માત્ર 70 રૂપિયા એટલે કે માત્ર એક ડોલર માં ઘર ખરીદી શકો છો. સાથે જ આ સુવિધા તમને દુનિયાના સૌથી સુંદર દેશોમાંનું એક ઇટલી માં મળી રહી છે જે દુનિયાભરના ટૂરિસ્ટ્સ માટે એક ડ્રિમ ડેસ્ટિનેશન પણ છે. સુંદર વાદીઓ અને શાનદાર મોસમ માટે ઇટલી પુરી દુનિયામાં જાણવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ એક આધીકારીક સ્કીમ છે અને ઇટલી જેવા દેશ માં જ્યા ઘર ની કિંમત ખુબ જ મોંઘી હોવી જોઈએ જ્યાં ખુબ જ સસ્તા ભાવમાં ઘર ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. ઇટલી ના શહેર સંબુકામાં સેંકડો મકાન વેચાવા માટે મૌજુદ છે.

હકીકતમાં આ શહેરમાં પ્રાચીન યુનાનીઓએ વસાવ્યું હતુ. જેને વિરાન થતું બચાવવા માટે ઓથોરિટીએ આ અનોખી સ્કીમ બહાર પાડી છે. સંબુકા શહેર મેડિટેરેનિયન સમુદ્રના કિનારે આવેલું છે અને આ સહેર એક પહાડ પર વસેલું છે. જો કે 70 રૂપિયામાં ઘર ખરીદવા માટે એક સરત પણ મુકવામાં આવી છે.

આ છે સ્કીમ

 તમને જણાવી દઈએ કે અહીં મકાન ભલે એક ડોલરમાં મળી રહ્યું હોય પણ સાથે જ એક શરત પણ રાખવામાં આવી છે કે અહીં ઘર ખરીદનાર વ્યક્તિએ પોતાના પરિવારની સાથે અહીજ વસી જવું પડશે જેનાથી આ શહેર ની રોનક ફરીથી આવી જાય. સાથે જ ત્યાં મકાન ખરીદ્યા ના ત્રણ વર્ષ પછી તમારે ઘરનું રીનોવેશન પણ કરવાનું રહેશે અને તમારા ઘરને નવા જેવું ચમકાવાનું રહેશે. આ રીનોવેશનનો ખર્ચ 12 લાખ રૂપિયા જેટલો આવશે. રિનોવેશન બાદ તમને 4 લાખ રૂપિયા પરત આપી દેવામાં આવશે. જો કે આટલી કિંમતમાં વિદેશમાં મકાન મળતું હોય તો તેને ફાયદાનો સોદો ચોક્કસ કહી શકાય.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter