GSTV

ઇટાલિયન ઓપન Tennisમાં મોટો ટ્વિસ્ટ, વાવરીન્કા 18 વર્ષીય ખેલાડીથી પરાસ્ત

સ્થાનિક યુવવા ખેલાડી લોરેન્જો મુસેત્તીએ ઇટાલિયન ઓપન Tennisના પહેલા તબક્કામાં સ્ટેઈન વાવરીન્કાને 6-0, 7-6(2)થી હરાવી મોટો ટ્વિસ્ટ સર્જી દીધો છે. ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા વાવરીન્કાના દરેક શોટનો મુસેત્તી મજબૂત જવાબ આપતો જોવા મળ્યો હતો.

Tennis Player Stan Wawrinka

2019માં જીત્યું હતું આ Tennis ટાઈટલ

મુસેત્તી એટીપી ટૂર જીતનાર 2002માં જન્મેલ પહેલા ખેલાડી બની ગયા છે. વાવરિન્કા યુએસ ઓપન Tennis રમ્યો ન હતો. મુસેત્તી 2018 યુએસ ઓપન જુનિયર ફાઇનલ્સમાં રનર અપ રહ્યો હતો અને તેણે 2019 માં ઓસ્ટ્રેલીયન  ઓપન જુનિયર ટાઇટલ જીત્યું હતું.

Tennis Player Lorenzo Musetti

કેઈ નિશિકોરી સાથે થશે મુસેત્તીની ટક્કર

ઇટાલિયન વાઇલ્ડ કાર્ડ ધારક સાલ્વાટોર કારુસોએ અમેરિકન ક્વોલિફાયર ટેનિસ સેન્ડગ્રેનને હરાવ્યો. હવે તેમનો સામનો સર્બિયાના ધુરંધર નોવાક જોકોવિચ સાથે થશે. તો બીજી બાજુ, મુસેત્તીની ટક્કર કેઇ નિશિકોરી સાથે થશે જે કોરોના પોઝીટીવ આવ્યા બાદ યુએસ ઓપન રમી શક્યો ન હતો.

મહિલા વર્ગમાં પણ રસાકસીભરી ટક્કર

મહિલા વર્ગમાં કેટરીના સિનીયાકોવાએ ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન એન્જેલિક કર્બરને 6-3, 6-1થી હરાવ્યો હતો. તો બીજી તરફ, 16 વર્ષીય અમેરિકન કોકો ગાએ ઓંસ જાબેઉર ને 6- 4, 6-3થી હરાવ્યો. હવે તેનો સામનો  ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ચેમ્પિયન ગારબાઇન મુગુરુઝા સાથે થશે, જેમણે સ્લોએન સ્ટીફન્સને 6-3, 6-3થી હરાવી હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!