GSTV
Home » News » યુવતીની વર્જિનિટી માટે આવી ભારતીય પુરુષની માનસિકતા, જાણીને લાગશે નવાઇ

યુવતીની વર્જિનિટી માટે આવી ભારતીય પુરુષની માનસિકતા, જાણીને લાગશે નવાઇ

ભારતમાં આજે પણ લોકો સેક્સ વિશે મુક્તમને ચર્ચા કરવાનું ટાળે છે. જો કે કેટલાક લોકોએ આ માનસિકતા બદલી પણ છે. એક સર્વે અનુસાર 2019માં લોકો પોતાની સેક્સ લાઈફ વિશે શું વિચારે છે તેના આશ્ચર્યજનક જવાબો જોવા મળ્યા છે. આ રિપોર્ટ અનુસાર 60 લોકો પોતાની સેક્સ લાઈફથી સંતુષ્ટ હોય છે. આ ઉપરાંત ભારતીય પુરુષ પોતાની પાર્ટનરની વર્જિનિટી માટે શું વિચારે છે તેના વિશે પણ આ સર્વેમાં ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા. 

ભારતમાં યુવતીની વર્જિનિટી આજે પણ ગંભીર વિષય છે. પુરુષો આજે પણ માને છે કે રિલેશનશિપમાં જોડાવા માટે યુવતીની વર્જિનિટી ખૂબ મહત્વની છે. શારીરિક સંબંધોના વિષયમાં ભારતીયોના વિચારે ઊંચા હોય તેમ છતાં યુવતીઓની વર્જિનિટીની બાબતે તેમના વિચાર આજે પણ નબળા જ હોય તેમ આ સર્વે પરથી કરી શકાય છે. 

વર્તમાન સમયમાં પણ ભારતમાં 53 ટકા લોકો પોતાના પાર્ટનરની વર્જિનિટીને ગંભીરતાથી લે છે. આ બાબતમાં 82 ટકા અમદાવાદી પુરુષો માને છે કે રિલેશનશીપ માટે યુવતીની વર્જિનિટી વધારે જરૂરી છે.  જયપુરની સ્થિતિ પણ આ જ પ્રકારની છે. જયપુરમાં 81 ટકા લોકો કહે છે કે તેમના માટે પાર્ટનરની વર્જિનિટી સૌથી વધારે મહત્વની છે.  

sahiyar relationship

સર્વે અનુસાર એવા લોકો પણ ઘણા છે જે પાર્ટનર સાથે પોતાની સેક્સ લાઈફને લઈ નાખુશ છે. સર્વેમાં 40 ટકા લોકો કહે છે કે પોતાની સેક્સ લાઈફને લઈ સંતુષ્ટ નથી. વર્ષ 2004માં થયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 72 ટકા યુવાઓએ કહ્યું હતું કે તે પોતાના માટે વર્જિન યુવતી જ ઈચ્છે છે. આ સર્વેમાં 4028 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

Read Also

Related posts

મહિલા સુરક્ષાની વાતો માત્ર કાગળ પર, ‘મહિલા વિકાસગૃહ’ ને અપાતી ગ્રાન્ટ કરી બંધ

Nilesh Jethva

ખાણ ખનીજ વિભાગની આકરી કાર્યવાહી, આ કંપનીને બે કરોડથી વધુનો દંડ ફટકારતા હડકંપ

Nilesh Jethva

દેશના ટોપ ટેન પોલીસ સ્ટેશનમાં ગુજરાતનો વાગ્યો ડંકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!