GSTV

સરકારે પ્લાષ્ટિક પાર્ક બનાવવાની કરેલી જાહેરાત દોઢ વર્ષ બાદ પણ કાગળ પર

રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત તો મોટા ઉપાડે કરવામાં આવી હતી. પરંતુ આ પ્લાસ્ટિક પાર્ક ફક્ત કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કેમકે જાહેરાતના દોઢ વર્ષ બાદ પણ પ્લાસ્ટિક ઉદ્યોગ માટે હજુ સુધી પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. ત્યારે શાસક અને વિપક્ષ આ મુદ્દે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.

ભાવનગરમાં દોઢ વર્ષ પહેલા નારી ચોકડી નજીક પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત ખુદ સીએમ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ માટે પ્લોટની ફાળવણી પણ ન થઇ હોવાથી યોજના કાગળ પર જ છે. કારણ કે જ્યાં આ પ્લાસ્ટિક પાર્ક બનવા જઇ રહ્યો છે ત્યાં પાણી કે વીજળી જેવી પ્રાથમિક સુવિધા હજુ ઉભી નથી કરાઇ. આ મામલે કોંગ્રેસે ભાજપ પર ભાવનગરના વિકાસ માટે ઉદાસીન હોવાનો આક્ષેપ મુક્યો. તો બીજી તરફ શાસક પક્ષના નેતાઓ પ્લોટ ફાળવણીના વિલંબ માટે નીતનવા બહાના બતાવી રહ્યા છે.

નક્કર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી

જ્યાં પ્લાસ્ટિક પાર્ક બનવાનો છે ત્યાં પ્લોટના ભાવ પણ અન્ય જીઆઇડીસીની સરખામણીએ ઘણા વધુ છે. ત્યારે પ્લોટની
ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાતને પગલે ઉદ્યોગકારોમાં નવી આશાનો સંચાર થયો છે. પરંતુ પાર્ક બનાવવાની મોટી વાતો કરવાને બદલે તેને બનાવવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

READ ALSO

Related posts

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari

ગુજરાતમાં કોરોનાથી પણ ખતરનાક છે આ રોગો : મોતના આંક કોરોનાને ડરાવી દેશે, ફક્ત સાવચેતી રાખો

Nilesh Jethva

Corona નહીં પણ આ વાયરસથી કરોડો લોકોનાં થયાં હતા મોત, ભારતમાં જ મોતનો આંક 14 લાખ હતો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!