GSTV
Business Trending

The Great Resignation : સતત વધી રહી છે નોકરી છોડનારાઓની સંખ્યા, હેરાન થઈ ગઈ ટોચની IT કંપનીઓ

ભારતીય આઈટી ક્ષેત્ર આ દિવસોમાં એક નવી સમસ્યા The Great Resignationથી પરેશાન છે. TCS, Infosys અને Wipro જેવી ટોચની IT કંપનીઓ કર્મચારીઓને જાળવી રાખવામાં નિષ્ફળ થઇ રહી છે. આ કંપનીઓમાં એટ્રિશન રેટ એટલે કે નોકરી છોડનારા લોકોની સંખ્યા તાજેતરના સમયમાં ઝડપથી વધી છે. આ કંપનીઓ આની ભરપાઈ કરવા માટે મોટા પાયે ફ્રેશરોની ભરતી કરી રહી છે.

TCSમાં પણ નથી ટકતા લોકો

ત્રણ ટોચની ભારતીય IT કંપનીઓએ બુધવારે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં કંપનીઓએ વધતા એટ્રિશન રેટ વિશે માહિતી આપી હતી. નંબર વન ભારતીય IT કંપની TCSમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં નોકરી છોડનારાઓનો દર વધીને 15.3 ટકા થયો છે. આના એક ક્વાર્ટર પહેલા એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2021 દરમિયાન આ દર 11.9 ટકા હતો. ટીસીએસના મતે આઈટી ઈન્ડસ્ટ્રીમાં આ દર સૌથી નીચો છે, પરંતુ આ પછી પણ તેને સારો કહી શકાય નહીં.

ઈન્ફોસીસની નોકરી સૌથી વધુ છોડીરહ્યા છે IT Professional

તેવી જ રીતે, જો તમે નંબર બે ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસ પર નજર નાખો તો અહીં સમસ્યા વધુ ગંભીર જણાય છે. ઇન્ફોસિસમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં નોકરી છોડનારા લોકોના દરમાં 25.5 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં તે 20.1 ટકા હતો. એક વર્ષમાં ઈન્ફોસિસમાં નોકરી છોડવાના દરમાં 11 ટકાનો વધારો થયો છે. આની ભરપાઈ કરવા માટે કંપની ફ્રેશર્સને હાયર કરવા જઈ રહી છે. કંપનીએ પરિણામમાં કહ્યું કે તે 55 હજાર ફ્રેશર્સની ભરતી કરવા જઈ રહી છે.

Wiproની પણ સારી નથી હાલત

ત્રીજા નંબરે વિપ્રોની હાલત પણ સારી નથી. આ કંપનીમાં નોકરી છોડવાની ગતિ સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 20.5 ટકા હતી, જે ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં 22.7 ટકા પર પહોંચી ગઈ છે. વિપ્રોએ તેની અસર ઘટાડવા માટે 30 હજાર નવા લોકોની ભરતી કરવાની યોજના તૈયાર કરી છે.

આટલા નવા લોકોની ભરતી કરી ચુકી છે આ કંપનીઓ

એક રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ ટોચની IT કંપનીઓએ 1.34 લાખથી વધુ ભરતીઓ કરી છે. આ એક વર્ષ પહેલા કરતા લગભગ 4 ગણી વધારે છે. ટીસીએસે ડિસેમ્બર ક્વાર્ટરમાં 34 હજાર લોકોને નોકરી પર રાખ્યા હતા. અગાઉ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીએ 43 હજાર ભરતીઓ કરી હતી. કંપની જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નવા લોકોની ભરતી પણ કરવા જઈ રહી છે. એ જ રીતે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વિપ્રોમાં કર્મચારીઓની સંખ્યામાં લગભગ 10 હજાર અને ઈન્ફોસિસમાં લગભગ 15 હજારનો વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

નેટફ્લિક્સે આપ્યો મોટો ફટકો! સસ્તા પ્લાનમાં નહીં મળે આ જરૂરી ફીચર, યુઝર્સ ગુસ્સે ભરાયા

Zainul Ansari

જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ જોખમી અને નુકસાનકારક, રિઝર્વ બેન્કની મોદી સરકારને ચેતવણી

GSTV Web Desk

મલાઈકાએ મિત્રો માટે ગ્રાન્ડ પાર્ટીનું કર્યુ આયોજન, આ સેલેબ્સે હાજરી આપીને પાર્ટીમાં લગાવ્યા ચાર ચાંદ!

Hemal Vegda
GSTV