GSTV
Home » News » નવી સરકાર માટે ખૂલ્યો પડકારોનો પટારો, ભારતનું અર્થતંત્ર પડી રહ્યું છે મંદ

નવી સરકાર માટે ખૂલ્યો પડકારોનો પટારો, ભારતનું અર્થતંત્ર પડી રહ્યું છે મંદ

લોકસભાની ચુંટણી પતી, નવી સરકાર સત્તા ઉપર આવી એની સાથે જ પડકારોનો પટારો ખુલી ગયો છે. એક ભારત સરકારની નાણા ખાદ્ય ૨૦૧૮-૧૯માં બજેટના અંદાજ કરતા વધારે રહી છે, તેને કાબુમાં રાખવા સરકારે પોતાના ખર્ચ ઘટાડવો પડયો છે. બીજી આજુ દેશનું અર્થતંત્ર જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં માત્ર ૫.૮નો જીડીપી વૃદ્ધિ દર નોંધાવી શક્યું છે. ગ્રોસ વેલ્યુ એડેડની દ્રષ્ટિએ ક્વાર્ટરમાં ૫.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. સમગ્ર વર્ષ માટે વિકાસ દર ૬.૮ ટકા અંદાજવામાં આવ્યો છે જે ગત વર્ષે ૬.૯ ટકા હતો.

જીડીપી ઘટવા માટેના કારણોમાં મુખ્યત્વે દેશના સ્થાનિક લોકોનો વપરાશ ઘટી રહ્યો છે એ જવાબદાર છે અને તેની સાથોસાથ દેશમાં મૂડીરોકાણ પણ ઘટી ગયું છે. એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ દરમિયાન સરકારી ખર્ચ માત્ર ૯.૨ ટકા વધ્યો છે જે આગલા વર્ષે ૧૫ ટકા વધ્યો હતો. બીજી બાજુ કુલ મૂડીરોકાણ વાર્ષિક ધોરણે વધ્યું છે પણ ત્રીજા ૩૩.૪ ટકા હતું જે ચોથા ક્વાર્ટરમાં ઘટી ૩૦.૭ ટકા થયું છે.

આજે તો હજી નવનિર્મિત સરકારના કેબિનેટની ઘોષણા થઈ છે અને દેશના નવા નાણામંત્રી સામે અનેક પડકારો ઉભા જ હતા તેમાં હવે દેશની મંદ પડતી ઈકોનોમી સૌથી મોટો પડકાર હશે. આજે સરકારે જાહેર કરેલ આંકડા અનુસાર દેશનો જીડીપી દર ચોથા કવાર્ટરમાં 5.8%ના દરે વૃદ્ધિ પામ્યો છે. લોકોની ખરીદશક્તિ ઘટતા, માંગમાં ભારે ઘટાડો જોવા મળતા અને સરકારે ખર્ચ ઘટાડતા દેશના અર્થતંત્રને ભારે ઝટકો વાગ્યો છે. જાન્યુઆરી-માર્ચમાં દેશનું અર્થતંત્ર 5.8%ના દરે આગળ વધ્યું છે,જેનું અનુમાન 6.3%ની આસપાસનું હતુ.

સમગ્ર વર્ષ માટેનો આ આંકડો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ખરાબ છે. સમગ્ર નાણાંકીય વર્ષ માટેની વાત કરીએ તો FY19માં ભારતનો જીડીપી દર 6.8% રહ્યો છે,જે 7%ને પાર રહેવાનો અંદાજ હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટીકલ ઓફિસના આંકડા અનુસાર ગ્રોસ વેલ્યુ એડેડ(GVA) પ્રમાણે ચોથા કવાર્ટરમાં 5.7% અને સમગ્ર વર્ષ માટે 6.6% રહ્યો છે. ગત વર્ષે GVA 6.9% રહ્યો હતો. કાર વેચાણ અને દેશની આયાત-નિકાસના આંકડાથી જ દેશનું અર્થતંત્ર નબળું પડી રહ્યું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો હતો પરંતુ, આજે આવેલ આંકડાએ તેનાથી પણ ભયાવહ ચિત્ર રજૂ કર્યું છે. દેશમાં રોકાણ મંદ પડી રહ્યું છે છે.

ખાનગી રોકાણ બજારમાં આવી જ નથી રહ્યું અને સરકાર પ્રાઈવેટ પાર્ટિસિપેટીંગ વધારાવા જોર આપી રહ્યું છે પરંતુ, નાણાંકીય ખાધને અંકુશમાં લેવા માટે મોદી સરકારે જાહેર ખર્ચમાં પણ કાપ મુકતા સ્થિતિ વણસી છે. Q3માં 10.6%ના દરે વૃદ્ધિ પામેલ રોકાણના સૂચકઆંક ગ્રોસ ફિક્સડ કેપિટલ ફોર્મેશનમાં માત્ર 3.6%ની વૃદ્ધિ જોવા મળી છે. મૂડીરોકાણ ત્રીજા ક્વાર્ટરમાં ૩૩.૪ ટકા હતું જે ચોથા ક્વાર્ટરમાં ઘટી ૩૦.૭ ટકા થયું છે. બજારભાવે આ રોકાણ ચોથા ક્વાર્ટરમાં ૨૭.૯ ટકા રહ્યું હતું જે આગલા ક્વાર્ટરમાં ૩૦.૨ ટકા નોંધાયું છે. એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ દરમિયાન સરકારી ખર્ચ માત્ર ૯.૨ ટકા વધ્યો છે જે આગલા વર્ષે ૧૫ ટકા વધ્યો હતો.

બીજી બાજુ કુલ મૂડીરોકાણ વાર્ષિક ધોરણે વધ્યું છે પણ ત્રીજા ૩૩.૪ ટકા હતું જે ચોથા ક્વાર્ટરમાં ઘટી ૩૦.૭ ટકા થયું છે. સેક્ટર પ્રમાણે વિકસ દર પર નજર : ઉત્પાદન ક્ષેત્રે ચોથા ત્રિમાસિકગાળામાં 3.1%ના દરે ગ્રોથ જોવા મળ્યો છે, ગત વર્ષે આ આંક 9.5% હતો. સમગ્ર વર્ષની વાત કરીએ તો મેન્યુફેકચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ 5.9%થી વધીને 6.9% રહ્યો છે. માર્ચ, 2019માં દેશનો IIP દર 21 મહિનામાં પ્રથમ વખત ઘટ્યો હતો,જે દર્શાવે છે કે આગામી સમયમાં દેશનું અર્થતંત્ર વધુને વધુ નબળું પડશે.

ભારતની કરોડરજ્જુ ગણાતા કૃષિ ક્ષેત્રની હાલત દિવસે ને દિવસે બદથી બત્તર થઈ રહી છે. ચુંટણી અગાઉ વિપક્ષો તરફથી વારંવાર એવો આક્ષેપ થયેલો કે કૃષિ ક્ષેત્રની હાલત ખરાબ છે. ખેડૂતોએ વળતર મળી રહ્યું નથી અને એમાં તાકીદે રોકાણની જરૂર છે. જોકે આ આક્ષેપો સામે કૃષિ મજબુત હોવાની વાતો થઇ હતી. સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર કૃષિ અને સલગ્ન સેવાઓનો વિકાસ દર ગત વર્ષના ૫ ટકાની વૃદ્ધિ સામે આ વર્ષે માત્ર ૨.૯ ટકા વિસ્ક્યો છે.

સપ્ટેમ્બરથી ડીસેમ્બરમાં ૨.૮ ટકાની વૃદ્ધિ સામે જાન્યુઆરીથી માર્ચ સામે નેગેટીવ ૦.૧ ટકાની વૃદ્ધિ કૃષિમાં નોંધાઈ છે. આ દર્શાવે છે કે કૃષિની હાલત ખરેખર કફોડી છે. અન્ય નબળો દેખાવ કરનાર ક્ષેત્રોમાં ખાણ અને ખનીજની વૃદ્ધિ ૨૦૧૮-૧૯માં માત્ર ૧.૩ ટકા રહી છે જે આગલા વર્ષે ૫.૧ ટકા હતી. આ ઉપરાંત વીજળી, પાણી અને અન્ય સેવાઓ, વ્યાપર,હોટેલ અને ટેલિકોમમાં પણ વૃદ્ધિ દર ઘટી ગયો છે.

READ ALSO

Related posts

ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

Nilesh Jethva

લતા મંગેશકરનું ગીત ગાઈને ફેમસ થયા હતા રાનુ, હવે હિમેશની ફિલ્મમાં મળ્યુ ગીત

Kaushik Bavishi

સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનું સીએમ વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, 15 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!