Last Updated on April 6, 2021 by Dhruv Brahmbhatt
ઇન્કમ ટેક્સ વિભાગે નાણાકિય વર્ષ 2020-21ના ટેક્સપેયર્સ માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મ-1 અને 4 ભરવા માટે ઓફલાઇન સુવિધા શરૂ કરી છે. આ ઓફલાઇન સુવિધાનો અર્થ છે કે જ્યાં સુધી વિભાગ ઓનલાઇન પ્રોસેસ શરૂ નહીં કરે, ત્યાં સુધી તમે આ ફોર્મને ઓફલાઇન ભરી તૈયાર રાખો અને જ્યારે ઓનલાઇન પ્રોસેસ શરૂ થાય છે તો તાત્કાલિક તેને ભરી દો. તેનાથી તમે બાદમાં થનારી મુશ્કેલીથી બચી શકશો.

આ ઓફલાઇન સુવિધા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે એકદમ નવી તકનીક JSON (JavaScript Object Notation) પર આધારિત છે. આ ડેટા સ્ટોર કરવામાં ખૂબ જ સરળ ફોર્મેટ છે. આ ઓફલાઇન સુવિધાને વિંડોઝ-7 અથવા તેના પછીના વર્ઝન સાથે કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય છે.
ITR-1, 4 માટે ઓફલાઇન સુવિધા
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ અંગે જાણકારી આપતા જણાવ્યું છે કે ઓફલાઇન સુવિધા માત્ર ITR-1 અને ITR-4 માટે છે. આ ઉપરાંત તમામ ITRને બાદમાં એડ કરી શકાય છે. ITR ફોર્મ-1 (સહજ) અને ITR ફોર્મ-4 (સુગમ) સરળ ફોર્મેટ છે, તેનો ઉપયોગ મોટી સંખ્યામાં ઓછી અને મધ્યમ આવકવાળા ટેક્સપેયર કરતા હોય છે.
સહજ ફોર્મ એ ટેક્સપેયર્સ માટે છે, જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધી છે તથા તેમની આવક પગાર, એક હાઉસિંગ પ્રોપ્રટી અને વ્યાજ જેવા સ્ત્રોતો દ્વારા થતી હોય. ITR -4 ઇન્ડિવિઝ્યુઅલ, હિન્દૂ અવિભાજિત પરિવાર (HUFs) અને કંપનીઓ માટે છે, જેમની કુલ વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધી છે. સાથે જ જેમની આવકનો સ્ત્રોત વ્યવસાય છે.

કેવી રીતે ભરાશે, શું થશે લાભ?
ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરનાર ટેક્સપેયર્સ તેમનો ડેટા ભરી સેવ કરીને રાખી શકે છે. IT ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે જ્યારે પોર્ટલ શરૂ થઇ જશે, ત્યારે તમે ઈ ફાઇલિંગ પોર્ટલ પર અપલોડ કરી શકો છો.
ગત અઠવાડિયે જ નવો ફોર્મ જાહેર થયો
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અસેસમેન્ટ ઈયર 2021-22 માટે ITR દાખલ કરવા માટે ફોર્મ જાહેર કર્યો છે. ટેક્સપેયર્સ પાસે હવે તેમના રોકાણની ડિટેલ ભરવા માટે આઈટીઆર ફોર્મ- સહજ (ITR-1), ફોર્મ ITR-2, ફોર્મ ITR-3, ફોર્મ ITR-4 (સુગમ), ફોર્મ ITR-5, ફોર્મ ITR-6, આઈટીઆર -7 અને ફોર્મ ITR-V ઉપલબ્ધ હશે.
Also Read
- અમારી પાર્ટી પાસે 65 ધારાસભ્યો છે, સરકાર અમને કામ બતાવે, અમે સાથે મળીને જનતાની મદદ કરીશું
- ડ્યુટી સાથે માતૃત્વની ફરજ/ કોરોના કાળમાં માસુમ બાળક સાથે મહિલા પોલીસ કર્મચારી ઓન ડ્યુટી, કરફ્યૂમાં બજાવી રહી છે ફરજ
- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર / ઉધ્ધવ ઠાકરેએ પીએમ સાથે કરી વાત, 1500 મેટ્રિક ટન ઓક્સિજન એરલીફ્ટથી મોકલાવવા કરી માગ
- આધાત: કોરોનાકાળમાં મસીહા બનીને ઉભરેલા એક્ટર સોનુ સુદ કોરોના પોઝિટીવ, થયો કોરન્ટીન
- ઘરે બેઠા 50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 2 લાખની કમાણી, જાણો કેવી રીતે કરવી શરૂઆત
