GSTV

ચીની નાગરિકો પર આઇટીના દરોડા, 1000 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સ્થાનિક સાથીઓની પણ કરાશે તપાસ

મની લોન્ડરિંગ કેસમાં આવકવેરા વિભાગે ચીની નાગરિકો અને તેના સૃથાનિક સાગરિતો ઉપર રેડ પાડી હતી. ચીની કંપનીઓએ ભારતમાં રીટેઈલ સ્ટોર શરૂ કરવા માટે સૃથાનિક નાગરિકો મારફતે આિર્થક ગોટાળો કર્યો હોય એવી શક્યતાના પગલે આ રેડ પાડવામાં આવી હતી.

શેલ કંપનીના માધ્યમથી કરોડોનું કૌભાંડ

ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટ ટેક્સના અિધકારીઓએ 1000 કરોડના મની લોન્ડરિંગ કેસ સંદર્ભમાં ચીનના નાગરિકો અને તેના સ્થાનિક મદદગારો પર દરોડો પાડયો હતો. શેલ કંપનીઓના માધ્યમથી કરોડોનું કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ભારતમાં શૉ-રૂમ ખોલવા ગેરકાયદે રોકાણ

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં શોરૂમ શરૂ કરવાના નામે સ્થાનિક મદદગારોની સાથે મળીને 1000 કરોડ કરતાં પણ વધુનું કૌભાંડ થયું હોય એવી શક્યતા છે. શોરૂમ શરૂ કરવાના નામે શેલ કંપનીઓ પાસેથી ગેરકાયદે રોકાણ મેળવ્યું હોવાનો પણ આરોપ ચીની કંપનીઓ, ચીની નાગરિકો ઉપર લાગ્યો છે.

બાતમીના આધારે આંટી વિભાગના દરોડા

ગુપ્ત બાતમીના આધારે આવકવેરા વિભાગે ભારતમાં રહેતા ચીની નાગરિકો અને તેના સ્થાનિક સાગરિતો સામે કાર્યવાહીના ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેટલાક બેંકના અધિકારીઓના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

40 ફેક બેન્ક એકાઉન્ટ દ્વારા કરોડોની ગોલમાલ

અલગ અલગ નામે, ખોટા દસ્તાવેજોના આધારે લગભગ 40 બેંક એકાઉન્ટ ખોલાયા હોવાનું કહેવાય છે. એ એકાઉન્ટના માધ્યમથી કરોડોનું કૌભાંડ થયું હોવાનો અંદાજ છે. હવાલા અને મની લોન્ડરિંગના કેસમાં હજુ પણ વધુ લોકો ઉપર દરોડો પડી શકે છે એવું આવકવેરા વિભાગના અિધકારીઓએ કહ્યું હતું.

MUST READ:

Related posts

પશ્ચિમ બંગાળમાં આ તારીખથી ખુલી રહ્યા છે સિનેમા અને થિયેટર, આવી ગયો મુખ્યમંત્રીનો આદેશ

Pravin Makwana

મોદી સરકાર સામે સૌથી વધારે નારાજગી ખેડૂતોની: આંદોલનોમાં 700 ટકાનો વધારો, ઉદ્યોગપતિઓની ગણાય છે સરકાર

Mansi Patel

ભારતમાં કોરોના કેસનો આંક 59 લાખને પાર, 24 કલાકમાં 1089 દર્દીઓના નીપજ્યાં છે મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!