GSTV
Home » News » અમદાવાદમાં આઈટીના દરોડામાં સોના-ચાંદીના દાગીના સાથે 7 કરોડની બ્લેકમની ઝડપાઈ, 20 લોકર સીલ

અમદાવાદમાં આઈટીના દરોડામાં સોના-ચાંદીના દાગીના સાથે 7 કરોડની બ્લેકમની ઝડપાઈ, 20 લોકર સીલ

અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા સતત બીજા દિવસે શ્રીધર સહિત ચાર બિલ્ડર વિરૂદ્ધ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.. ગઈકાલે સવારે 7 વાગ્યાથી ચાલુ થયેલા દરોડા મોડી રાત સુધી ચાલુ હતા. ત્યારે આ દરોડામાં અંદાજે સાતેક કરોડનું કાળુ નાણું અને દાગીના મળ્યા છે અને હજુ પણ તપાસ ચાલુ હોઇ આ આંકડો વધવાની સંભાવના છે. આમાં રૂ. 3 કરોડ રોકડા. રૂ. 2 કરોડના સોના ચાંદીના દાગીના સાથે 20 લોકરને સીલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 1.6 કરોડ ચિરાગ ચોટલિયા પાસેથી મળ્યા છે. તમામ વ્યવહાર રોકડમાં થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હજુ મોબાઇલ, લેપટોપ અને ક્લાઉડમાં સાચવી રાખેલા ડેટાનું વિશ્લેષણ કરાશે એટલે કરચોરીનો આંક ઊચો જવાનો અંદાજ છે.  શ્રીધર ડેવલપરના માલિક અજય શ્રીધરે ભાડજ નજીક એસપી રિંગ રોડ પર છેલ્લે અંદાજે રૂ.250 કરોડમાં જમીનનો સોદો કર્યો હતો. આ સોદા પછી તેઓ ઈન્કમટેક્સ વિભાગના રડારમાં આવી ગયા હોવાની આશંકા છે.

મંગળવારે ઈન્કમટેક્સના 100થી વધુ અધિકારી 30 સ્થળે પોલીસ કાફલા સાથે સાગમટે જ ત્રાટક્યા હતા. રાજેશ પટેલના સિંધુ ભવન રોડ પર આવેલા ફર્નિચર શો-રૂમ ખૂલતાંની સાથે જ ઈન્કમટેક્સની ટુકડી આવી પહોંચી હતી. શરદ પટેલ અને ઘનશ્યામ પટેલે મોટાપાયે રોકડમાં જમીનો ખરીદી અજય શ્રીધર સાથે વ્યવહારો કર્યા હોવાની શંકા છે. દરોડાની કાર્યવાહી હજુ આવતી કાલે સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે. ગઈકાલે ઈન્કમટેક્સે શ્રીધરનું નિવાસસ્થાન અને ઓફિસોને સીલ મારી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી અજય શ્રીધર, ઘનશ્યામ, રાજેશ પટેલ, શરદ પટેલ જમીનની લે-વેચમાં ભાગીદાર છે. આ બિલ્ડરોએ શીલજ, ભાડજ, હેબતપુર, ખોડિયાર, ગ્યાસપુર સહિતના વિસ્તારોમાં મોટાપાયે જમીનો ખરીદી છે. શીલજ ચાર રસ્તા પાસે એસપી રિંગ રોડની એક તરફનો જમીનનો મોટો પટ્ટો શ્રીધર ગ્રૂપે ખરીદી અહીં 10થી વધુ ફ્લેટની સ્કીમો પણ મૂકી હોવાનું આઈટી વિભાગના સૂત્રોનું કહેવું છે. અગાઉ વર્ષો પહેલાં શ્રીધર ગ્રૂપ પર માત્ર આઈટીનો સરવે થયો હતો. પહેલી વખત અજય શ્રીધરને ત્યાં ઈન્કમટેક્સનું સર્ચ થયું હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે.

READ ALSO

Related posts

સુરત મહાનગરપાલિકાએ મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવાની ઘટનાને નવો વળાંક આપવાનો કર્યો પ્રયાસ

Nilesh Jethva

મોટેરા ખાતે બંદોબસ્તથી બગોદરા પરત ફરતી પોલીસની વાન પલટી, બે જવાનની હાલત ગંભીર

Nilesh Jethva

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!