GSTV

મીડિયા જગત પર પ્રહાર: દૈનિક ભાસ્કર બાદ ભારત સમાચારના અલગ અલગ ઠેકાણા પર દરોડા, જે બોલશે તે દંડાશે

Last Updated on July 22, 2021 by Pravin Makwana

ઈનક્મ ટેક્સ વિભાગે ટેક્સ ચોરી મામલે મીડિયા સમૂહ દૈનિક ભાસ્કર અને ભારત સમાચારના અમુક ઠેકાણા પર ગુરૂવારે દરોડા પાડ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ છે કે, ભાસ્કર સમૂહના ભોપાલ, જયપુર, અમદાવાદ અને આ સિવાય અમુક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. તો વળી ભારત સમાચારના પ્રમોટર્સ અને એડિર ઈન ચીફના ઠેકાણા પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

આઈટી વિભાગના દરોડા

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હિન્દી મીડિયા ગ્રુપના પ્રમુખો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વિટર પર કહ્યુ હતું કે, ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ ગ્રુપના લગભગ છ ઠેકાણા પર દરોડા પડ્યા. આપને જણાવી દઈએ કે, કોરોનાકાળમાં ભાસ્કરે કેટલાય ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા હતા. જેના કારણે સરકારની ભારે ઠેકડી ઉડી હોય તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે.

ભારત સમાચાર મુખ્ય સંપાદક

આપને જણાવી દઈએ કે, આવક વિભાગ તરફથી આ કાર્યવાહી એવા સમયે થઈ છે. જ્યારે સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યુ છે. વિપક્ષી પાર્ટી પેગાસસ જાસૂસી મામલે સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી પાર્ટીઓ સંસદના બંને સદનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. કામકાજ ઠપ્પ થઈ ગયુ હતું.

READ ALSO

Related posts

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!