GSTV

ફાર્મા ગ્રુપ પર ITના દરોડા / કબાટના ભરી રાખ્યા હતા 142 કરોડ રૂપિયા રોકડા, જોઈને આવકવેરા અધિકારીઓના પણ મોતિયા મરી ગયા

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

આવકવેરા વિભાગે હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્માસ્યુટિકલ ગ્રુપ પર દરોડો પાડ્યો હતો. ઓફિસની તિજોરીઓમાંથી રોકડા 142 કરોડ રૂપિયા મળી આવતા દરોડો પાડવા માટે ગયેલા અધિકારીઓ દંગ રહી ગયા હતા. આ કંપની પોતાના મોટા ભાગના ઉત્પાદનોની વિદેશમાં એટલે કે, યુએસએ, યુરોપ, દુબઈ અને અન્ય આફ્રિકી દેશોમાં નિકાસ કરે છે. આવકવેરા વિભાગે 6 રાજ્યોમાં આશરે 50 જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

આઇટી

તલાશી દરમિયાન ખાતાના દસ્તાવેજો, રોકડ, ડિજિટલ ઉપકરણ, પેન ડ્રાઈવ, દસ્તાવેજ વગેરે સ્વરૂપે અનેક પુરાવાઓ મળ્યા છે જેને જપ્ત કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન બોગસ અને જેની કોઈ હયાતી જ નથી તેવી કંપનીઓ પાસેથી કરવામાં આવેલી ખરીદીમાં ગરબડનો પણ ખુલાસો થયો છે.

આવકવેરા

તે સિવાય જમીનની ખરીદી માટે ચુકવણીના સાક્ષીઓ પણ મળી આવ્યા અને અન્ય કાયદાકીય મુદ્દાઓની પણ ઓળખ કરાઈ. જેમ કે, કંપનીના ચોપડે વ્યક્તિગત ખર્ચ અને સંબંધિત સરકારી નોંધણીના મૂલ્ય કરતા પણ ઓછી કિંમતે જમીનની ખરીદી કરાઈ. અધિકારીના કહેવા પ્રમાણે તલાશી દરમિયાન અનેક બેંક લોકરની વિગતો મળી આવી છે જેમાંથી 16 લોકર સંચાલિત છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અહેવાલ પ્રમાણે હૈદરાબાદ સ્થિત એક પ્રમુખ ફાર્માસ્યુટિકલ જૂથ પર 6 ઓક્ટોબરના રોજ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આશરે 550 કરોડ રૂપિયાની બેહિસાબી આવક સામે આવી છે. અઘોષિત આવકની ભાળ મેળવવા માટે આગળની તપાસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah

ઠાકરેને ભાજપનો વળતો જવાબ, કહ્યું- કેન્દ્ર સરકારે એજન્સીઓનો દુરપયોગ કર્યો હોત તો તમારા અડધા મંત્રીઓ જેલમાં હોત

Damini Patel

આઉટ ઓફ કંટ્રોલ ઇંધણના ભાવ! આજે ફરી થયું પેટ્રોલ-ડીઝલ મોંઘુ, જાણો લેટેસ્ટ અપડેટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!