GSTV

સદાકત આશ્રમ માંથી મળેલ રોકડ પર કોંગ્રેસની સ્પષ્ટતા, ભાજપ જેડીયુએ કરી આકરી ટીકા

Last Updated on October 22, 2020 by pratik shah

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના માત્ર એક સપ્તાહ પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. પટના ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય સદાકત આશ્રમ ખાતે આયકર વિભાગના દરોડા પડયા છે જેમાં 8 લાખથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે.

કંપાઉન્ડની અંદરથી કોઈ રોકડ નથી મળી: કોંગ્રેસ

બિહાર કોંગ્રેસ કાર્યાલય ખાતે આયકર વિભાગના દરોડામાં મળી આવેલ લાખોની રોકડને લઈને કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. બિહાર કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહેલે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેમણે કંપાઉન્ડ બહાર એક વાહન માંથી રોકડ મળ્યા બાદ નોટિસ આપી હતી. કંપાઉન્ડની અંદરથી કોઈ રોકડ નથી મળી. અમે સહકાર આપીશું.

સદાકત આશ્રમ

ભાજપ પર શક્તિસિંહના આક્ષેપ

તો ભાજપ સામે આક્ષેપ કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે રક્સૌલથી ભાજપના ઉમેદવાર પાસેથી 22 કિલો સોનુ, 2.5 કિલો ચાંદી મળી આવ્યા છે તેઓ ત્યાં કેમ નથી જતા?

કોંગ્રેસ પર ભાજપનો પ્રહાર

ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા પ્રેમ રંજન પટેલે જણાવ્યું છે કે કોંગ્રેસ જેવી પાર્ટીના કાર્યાલયમાંથી આટલી મોટી રકમ મળી આવવી એક ગંભીર બાબત છે. ખાસ કરીને ચૂંટણી સમયે રોકડ મળી આવવી એ બાબત તરફ નિર્દેશ કરે છે કે તે લોકો કેવી રીતે સત્તા પર આવવા માટે બેચેન છે અને તમામ પ્રકારના હથકંડા અપનાવી રહ્યા છે.

ચૂંટણી પંચના નિયમોના ધજાગરા ઉડાવ્યા કોંગ્રેસે

પ્રેમ રંજન પટેલે જણાવ્યું કે રૂપિયાની લ્હાણી કરીને અને તેનો દુરુપયોગ કરીને ચૂંટણી પંચના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. આ દર્શાવે છે કે કેવી રીતે સમગ્ર રાજ્યમાં રૂપિયા વહાવીને ચૂંટણી જીતવા માંગે છે. બિહારની જનતા આનો મજબૂત જવાબ આપશે.

ચૂંટણીમાં ગડબડ કરવાનો કોંગ્રેસનો પ્લાનલ જેડીયુ

જેડીયુ પ્રવક્તા અભિષેક ઝાએ જણાવ્યું છે કે સદાકત આશ્રમમાં ઇનકમ ટેક્સ વિભાગના દરોડા પડે છે અને મોટી સંખ્યામાં રોકડ મળી આવે છે. આ ક્યાંકને ક્યાંક કોંગ્રેસની રાજકીય શુદ્ધતાનું પ્રતિક છે કે આ ચૂંટણીમાં તે લોકો શું કરી રહ્યા છે અને શું કરવાના છે. આ રીતે રૂપિયા મળવા અને આઇટી વિભાગને આ વાતની જાણકારી હોવી સાબિત કરે છે કે નિશ્ચિત રીતે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણીમાં ગડબડ કરવામાં આવનાર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!