GSTV

એક ડીલરના ચાર પરિસરોમાં આઈટીના દરોડા, રૂ. 100 કરોડથી વધુ રકમના હવાલા વ્યવહારો પકડાયા

દરોડા

Last Updated on June 25, 2021 by Damini Patel

આવકવેરા વિભાગે છત્તીસગઢના પાટનગર રાયપુરમાં આ સપ્તાહની શરૂઆતમાં એક ડીલર ત્યાં દરોડા પાડીને 100 કરોડ રૂપિયાથી વધારે રકમના હવાલા વ્યવહારો શોધી કાઢ્યા છેે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર 21 જૂને રરાયપુરમાં એક અજાણ્યા ડીલરના ચાર પરિસરોમાં દરોડા પાડીને 6 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને હવાલા વ્યવહારોની વિગતોનું સ્ટોરેજ ધરાવતા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગની કાર્યવાહી

આવકવેરા વિભાગને ચોક્કસ બાતમી મળ્યા પછી આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ડીલર દ્વારા લોકોને વેચાણ, ખરીદી સહિતની એન્ટ્રીઓ કરી આપવામાં આવતી હતી. આ ઉપરાંત બિનહિસાબી નાણાની પણ એન્ટ્રી કરી આપવામાં આવતી હતી.

સીબીડીટીએ વધુમા જણાવ્યું છે કે હવાલા વ્યવહારોની વિગતો ધરાવતા હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઇવ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ આવકવેરા વિભાગ માટે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે.

આવકવેરા વિભાગ ડિજિટલ ડિવાઇસમાં સ્ટોર કરેલી માહિતીની વધુ તપાસ હાથ ધરી રહ્યું છે અને કુલ કેટલી રકમની ગેરકાયદ એન્ટ્રી પાડવામાં આવી હતી તે શોધવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હવાલા વ્યવહારોનું મૂલ્ય 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

Read Also

Related posts

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah

વાતચીત / ભારત-ચીન સૈન્ય વચ્ચે 31મીએ મહત્વની બેઠક, તણાવનો અંત લાવવા મહત્વના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!