GSTV

BIG BREAKING: બિહાર કોંગ્રેસ મુખ્યાલય સદાકત આશ્રમમાં IT રેડ, મળી આવી લાખોની રોકડ

બિહારમાં જ્યાં આગામી સપ્તાહે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહયું છે ત્યારે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પટના ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય સદાકત આશ્રમ ખાતે આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે રેડ પાડીને આઇટી વિભાગે 8.5 લાખની રોકડ જપ્ત કરી છે.

નેતાઓની કરાઈ રહી છે પૂછપરછ

મળતી માહિતી મુજબ, આયકર વિભાગની ટિમ સદાકત આશ્રમ ખાતે નેતાઓની પૂછપરછ કરી રહી છે.આ દરમ્યાન કોંગ્રેસ ઓફિસ ખાતે નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે દરોડા લગભગ એક કલાક સુધી ચાલ્યા જેમાં રોકડની લેવડદેવડ કરવા આવેલ અનેક નેતાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આઇટી વિભાગના રડાર પર અનેક સ્થાનિક નેતાઓ

જાણવા મળી રહ્યું છે કે ઈન્ક્મ ટેક્સ વિભાગના રડાર પર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા મૂળ બિહારના અનેક સ્થાનિક નેતાઓ છે. છેલ્લા કેટલાંક દિવસમાં થયેલ શંકાસ્પદ લેવડદેવડ મામલે નેતાઓની પૂછપરછ કરવામાં આવનાર છે. મળતી માહિતી અનુસાર, બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખોટી રીતે બ્લેક મનીની લેવડદેવડનો આરોપ છે. એ પણ જાણકારી સામે આવી રહી છે કે બિહારના કેટલાંક સ્થાનિક નેતાઓ અને કેટલાંક અહીંના સ્થાનિક લોકો વચ્ચે થયેલ લાખો કરોડો રૂપિયાની લેવડદેવડ પર આઈટીની ટિમ પૂછપરછ કરશે.

ભાજપે આપી પ્રતિક્રિયા

ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા પ્રેમ રંજન પટેલે જણાવ્યું છે કે કોંગ્રેસ જેવી પાર્ટીના કાર્યાલયમાંથી આટલી મોટી રકમ મળી આવવી એક ગંભીર બાબત છે. ખાસ કરીને ચૂંટણી સમયે રોકડ મળી આવવી એ બાબત તરફ નિર્દેશ કરે છે કે તે લોકો કેવી રીતે સત્તા પર આવવા માટે બેચેન છે અને તમામ પ્રકારના હથકંડા અપનાવી રહ્યા છે.

કોંગ્રેસ ઉડાવ્યા નિયમોના ધજાગરા: ભાજપ

પ્રેમ રંજન પટેલે જણાવ્યું કે રૂપિયાની લ્હાણી કરીને અને તેનો દુરુપયોગ કરીને ચૂંટણી પંચના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. આ દર્શાવે છે કે કેવી રીતે સમગ્ર રાજ્યમાં રૂપિયા વહાવીને ચૂંટણી જીતવા માંગે છે. બિહારની જનતા આનો મજબૂત જવાબ આપશે.

કોંગ્રેસ ચૂંટણીમાં ગડબડ કરશે: જેડીયુ

જેડીયુ પ્રવક્તા અભિષેક ઝાએ જણાવ્યું છે કે સદાકત આશ્રમમાં ઇનકમ ટેક્સ વિભાગના દરોડા પડે છે અને મોટી સંખ્યામાં રોકડ મળી આવે છે. આ ક્યાંકને ક્યાંક કોંગ્રેસની રાજકીય શુદ્ધતાનું પ્રતિક છે કે આ ચૂંટણીમાં તે લોકો શું કરી રહ્યા છે અને શું કરવાના છે. આ રીતે રૂપિયા મળવા અને આઇટી વિભાગને આ વાતની જાણકારી હોવી સાબિત કરે છે કે નિશ્ચિત રીતે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણીમાં ગડબડ કરવામાં આવનાર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કૃષિ બીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ગુરૂ નાનક જન્મ જયંતિ નિમિતે પ્રકાશ પર્વની કરી ઉજવણી

Nilesh Jethva

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીમાં 6 લેન હાઈવેનું કર્યું લોકાર્પણ, દેવદિવાળીએ કર્યું દેશવાસીઓને સંબોધન

Karan
Do NOT follow this link or you will be banned from the site!