GSTV

એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા, આઈટીના દેશભરમાં 42 જગ્યા પર સામૂહિક દરોડા

બુધવારે દેશમાં ઘણી જગ્યાઓ ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા રેડ પાડવામાં આવી છે. ત્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં પણ ઇન્કમ ટેક્સ વિભાગને મોટી સફળતા મળી છે. આઇટી વિભાગે એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના સહયોગીઓ પાસેથી 62 કરોડ રુપિયા રોકડા જપ્ત કર્યા છે.

આઈટી રેડ

ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટના 42 સ્થળો પર દરોડા

નોટબંધી બાદથી અત્યાર સુધીમાં દિલ્હી એનસીઆરમાં આ પ્રકારનો પહેલો મામલો છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દિલ્હી એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ગોવામાં 42 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે.

દરોડાઓમાં મળી આવ્યા કરોડોના ઘરેણાં

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં કરચોરીના આરોપને લઇને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોટા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અઠવાડિયાના શરુઆતમાં ઇન્કમ ટેક્સ દ્વારા રાજસ્થાનમાં ત્રણ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 12 કરોડ રુપિયા જપ્ત કરાયા હતા. તો શુક્રવારે પણ દિલ્હી, મુંબઇ, જયપુર અને કોટામાં કુલ 43 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જ્યાંથી 1.5 કરોડ કિંમતના ઘરેણા મળ્યા હતા.

એન્ટ્રી ઓપરેટરને ત્યાં દરોડામાં મોટી સફળતા

આ જ કડીમાં ઇન્કમ ટેક્સ વિભાગે દિલ્હીના એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના સહયોગીના ઘર ઉપર દરોડા પાડ્યા છે. જેના કારણે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તેની વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

‘સસુરાલ સિમર કા’ ફેમ એક્ટર આશિષ રૉયનું નિધન! આર્થિક તંગી સામે ઝઝૂમતા ઘરમાં લીધા અંતિમ શ્વાસ

Bansari

પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે રિક્વરી રેટમાં ટોપ 20 રાજ્યોમાં પણ નથી ગુજરાત : સરકારના તમામ દાવા પોકળ

pratik shah

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!