GSTV

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની તપાસ પૂર્ણ થવાના આરે છે. જો કે હજુ અન્ય સાત સ્થળો પર તપાસ હજી પણ યથાવત છે. જે તપાસ મોડી રાત સુધીમાં પુરી થાય તેવી શકયતા છે. સુત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ શર્માના ત્યાંથી આઇટીએ સાડા બાર લાખની જવેલરી જપ્ત કરી છે.

રોકડા 25 લાખ અને દોઢ કિલો સોનુ કબ્જે કરાયું

આ સિવાય શર્માના સીએ કૌશલ ખંડેલીયાને ત્યાંથી રોકડા 25 લાખ અને દોઢ કિલો સોનુ કબ્જે કરાયું છે. તો તપાસ દરમ્યાન કૌશલ ખંડેલીયાએ બારીની બહાર બે પોટલા નાંખી દીધા હતા. જે પોટલા આઇટી વિભાગે કબ્જે કર્યા હતા. પોટલામાંથી રોકડ રકમ અને દોઢ કિલો સોનુ મળી આવ્યું હતું. મહત્વનું છે પીવીએસ શર્માને ત્યાં આઇટીની તપાસ પૂર્ણ થતાં આગામી દિવસોમાં આઇટી વિભાગ કોઇ નવા ખુલાસા કરે તેવી શકયતા છે.

READ ALSO

Related posts

ઘોર બેકારી/ ફ્લાઈટમાં ઉડાન દરમિયાન સેક્સની ઓફર આપી રહી છે એર હોસ્ટેસ, ફ્લાઈટમાં વેચે છે અંડરવિયર

Pravin Makwana

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો : છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સાથે 15 લોકોના મોત, 89 લોકો વેન્ટીલેટર પર

Nilesh Jethva

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને થયો કોરોના, ફેફસામાં ઈન્ફેક્શન વધતા ICUમાં કર્યા ભરતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!