GSTV

અહેમદ પટેલની મુસિબત વધી, 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ

ahmed patel

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. આવકવેરા વિભાગે પટેલને રૂપિયા 400 કરોડના હવાલા ટ્રાન્જેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે અહમદ પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઈન્કમટેક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિભિન્ન કંપનીઓ દ્વારા કોંગ્રેસ પાર્ટીને મોકલવામાં આવેલા 400 કરોડ રૂપિયાથી વધારાના હવાલા ટ્રાન્જેક્શનની તપાસ કરી રહ્યું છે. અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અહમદ પટેલને 11 ફેબ્રુઆરીએ સમન્સ મોકલ્યું હતુ અને 14 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું હતું. આ સમન્સ IT ACTની સેક્સન 131 અંતર્ગત મોકલવામાં આવ્યું હતું. જો કે અહમદ પટેલે તબીયત ખરાબ હોવાનું કારણ જણાવીને ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ સમક્ષ હાજર થયા નહતા.

અહમદ પટેલે જણાવ્યું હતું કે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને હાલ તેઓ ફરીદાબાદની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે હજુ સુધી એવી જાણકારી નથી મળી રહી કે, અહમદ પટેલ આ વખતે પણ આવકવેરા વિભાગ સમક્ષ હાજર થશે કે કેમ? ઈન્કમટેક્સ વિભાગના સમન્સ પર અહમદ પટેલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.

રાજ્યસભાની ચૂંટણી નજીક: આગામી મહિને ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠક પર ચૂંટણી યોજવાની છે. અહેમદ પટેલને મોકલાયેલ નોટિસને કોંગ્રેસે રાજ્યસભા ઈલેકશન સાથે જોડ્યું છે. કોંગ્રેસે કહ્યું કે લાગે છે કે કોઈ રાજ્યમાં અહેમદ પટેલને લગતા ઈલેકશન આવ્યા છે તેથી જ મોદી સરકારે ફરી આવકવેરાનું શસ્ત્ર ઉગામીને ડરાવવાનું-ધમકાવાનું કામકાજ શરૂ કર્યું છે.

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!