સરકારે ફેસબુકને પૂછ્યું, ‘હેકિંગની ભારતના કેટલા યુઝર્સને અસર થઈ’

સરકારે હાલમાં ફેસબુક હેકિંગની ઘટના પર માહિતી માંગી છે. આઈટી મંત્રાલયે ફેસબુકને ભારતીય યુઝર્સ પર પડેલી અસર અંગે પૂછ્યું છે. સૂત્રો મુજબ, સોમવારે ફેસબુકે મૌખિક પદ્ધતિથી આ માહિતી માંગી છે કે આ ઘટનાની અસર કેટલા ભારતીય લોકો પર પડી છે. સૂત્રોએ કહ્યું કે ફેસબુકના અધિકારીઓએ કહ્યું કે અત્યારે અમે તેનો અંદાજ કાઢી રહ્યા છે અને બે દિવસમાં ઉત્તર આપીશું.

ફેસબુકે આ સમાચાર પર કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો ઈનકાર કર્યો છે. ફેસબુકે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે હેકર્સે તેમની સિસ્ટમને હેક કરી લીધી હતી. જેની અસર 5 કરોડ ફેસબુક એકાઉન્ટ પર પડી હતી. કયા દેશના કેટલા યુઝર્સ પ્રભાવિત થયા છે તે અંગે કંપનીએ કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

હેકર્સે ફેસબુકના ‘view as’ ફીચર પર એટેક કર્યો હતો. આ ફીચર દ્વારા યુઝર્સ જોઈ શકે છે કે તેની પ્રોફાઈલ બીજા યુઝર્સને કેવીરીતે દેખાશે. જેના માધ્યમથી યુઝર્સને પ્રાઈવસીમાં વધારે કંટ્રોલ આપવામાં આવે છે. ફેસબુકે દાવો કર્યો હતો કે થોડા એકાઉન્ટ પ્રભાવિત થઈ શકે છે, પરંતુ તેનો ડેટા ચોરી થયો નથી. જેનો અર્થ છે કે આ યુઝર્સને ‘View As’ ફીચર જોવામાં વાંધો આવી રહ્યો હતો. કંપનીનું કહેવુ છે કે તેમણે સિક્યોરિટીમાં આવતી અડચણોને દૂર કરી છે અને જવાબદાર એજન્સીઓને તેની માહિતી આપી છે. જોકે, કંપની હજી આ વાતની તપાસ કરી રહી છે કે આ સાયબર હુમલો ક્યાંથી થયો. ફેસબુકે ગયા અઠવાડિયે આ અડચણો શરૂ થવાથી 9 કરોડ યુઝર્સને લૉગઆઉટ કરી દીધા હતાં. ભારતમાં 27 કરોડ ફેસબુક યુઝર્સ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter