GSTV
Home » News » 48 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે, સૌથી વધારે અસર થશે ગુજરાતના આ જિલ્લાઓમાં

48 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે, સૌથી વધારે અસર થશે ગુજરાતના આ જિલ્લાઓમાં

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના ઉદભવી છે. અરબી સમુદ્રમાં દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વમાં બંને તરફ એક એક સિસ્ટમ સક્રિય છે. જે મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદના એંધાણ વર્તાયા છે. આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં બે દિવસ માવઠાની શક્યતા છે.

આ ઉપરાંત આ સિસ્ટમ આગામી 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તત થશે. અને 72 કલાકમાં સોમાલીયા તરફ આગળ વધશે.  ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વધુ છે. આ ઉપરાંત ડિપ્રેશનના કારણે દરિયો તોફાની બનવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ યાર્ડમાં પલળી ગઈ મગફળી

સૌરાષ્ટ્રમાં અગામી બે દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે.અને રાજકોટના માર્કેટ યાર્ડમાં ખુલ્લા વિસ્તારમાં મગફળી પડી છે.જેના કારણે જો વરસાદ પડે તો મગફળીને મોટા પ્રમાણમાં નુકશાન પહોચી શકે તેવી સંભવના છે.સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશો દ્વારા પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.અને લાખો ગુણી મગફળી ખુલ્લામાં પડી છે.જેના કારણે મગફળીને પ્લેટફોર્મ પર રાખવી પણ અશક્ય છે.

  • સૌરાષ્ટ્રમ બે દિવસ કમોસમી વરસાદ ની આગાહી.
  • વરસાદ પડે તો રાજકોટ યાર્ડમાં મગફળી ને થશે નુકશાન.
  • રાજકોટ યાર્ડ માં ખુલ્લામાં મગફળી.
  • રાજકોટ યાર્ડમાં લાખો ગુણી મગફળી ખુલ્લામાં.
  • યાર્ડના સત્તાધીશો દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
  • મોટા પ્રમાણમાં મગફળી હોવાથી પ્લેટફોર્મ પર રાખવી અશક્ય.

Read Also

Related posts

બોલિવુડના આ સ્ટાર્સ સહિત સચિન અને ગાવાસ્કર પણ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં રહેશે હાજર

Arohi

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!