ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આઝમ ખાન ફરી જેલભેગા થાય એવા ભણકારા વાગી રહ્યા છે. આઝમની મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની દીવાલોમાં ચોરી કરાયેલાં કિમતી પુસ્તકો છુપાવાયાં હોવાની જાણ થતાં પોલીસે તપાસ કરતાં ચોરાયેલા હજારો પુસ્તકો મળી આવ્યાં છે. આ પુસ્તકો ઓરિયેન્ટલ ઈન્ટર કોલેજની મદરેસા આલિયા લાયબ્રેરીમાંથી ચોરાઈ ગયાં હતાં અને આ કેસમાં 2019માં FIR દાખલ કરવામાં આવી હતી.
મદરેસા આલિયા લાઇબ્રેરીની સ્થાપના 1774માં રામપુરના નવાબ દ્વારા કરવામાં આવી હતી. મદરસાના પ્રિન્સિપાલે કરેલી ફરિયાદના આધારે પોલીસે અનવર અને સલીમને અંદર કરતાં તેમણે યુનિવર્સિટી કેમ્પસ બિલ્ડિંગમાં બનેલી લિફ્ટની શાફ્ટમાં પુસ્તકો હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે તપાસ કરતાં સંતાડેલા ખૂબ જ કિંમતી પુસ્તકો મળી આવ્યાં છે.
ઓરિએન્ટલ કોલેજના મેનેજમેન્ટે જણાવ્યું કે 2016માં કોલેજમાંથી 10,633 પુસ્તકો ગુમ થયા હતા. તેમાંથી લગભગ અઢી હજાર પુસ્તકો યુનિવર્સિટીમાંથી મળી ચૂક્યા છે. આ કેસમાં આઝમ ખાન સામે હજુ ફરિયાદ થઈ નથી પણ યોગી આદિત્યનાથ સરકાર આઝમ ફરતે ગાળિયો કસવાની આ તક નહીં છોડે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી