ગુજરાતમાં અાગામી 72 કલાકમાં ધોમધોકાર વરસાદ વરસે તેવી સંભાવના છે. મુબઈમાં ગાજવીજ સાથે વરસેલો વરસાદ હવે ગુજરાત તરફ વળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઅાત છતાં સારાે વરસાદ પડવાની અાગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હવામાન વિભાગના અનુસાર અાગામી અેક, બે દિવસમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જશે. જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા હવે ભારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ટળી ગઈ છે. હવે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. મુંબઈમાં ગત સાંજથી વરસાદ શરૂ થયો છે અને સવારે પણ ભારે વરસાદ વરસ્યો છે. મુંબઈમાં આજ સવારે પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકલ મુંબઈ સેવાને અસર થઈ હતી. કેટલીક ટ્રેન મોડી જોવા મળી રહી હતી. જેથી મુંબઈના લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આજે મુંબઈના અંધેરી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને દક્ષિણ મુંબઈમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં મેહુલાનું આગમન થશે.
ગઈકાલે ક્યાં નોંધાયું કેટલું તાપમાન
અમદાવાદનું તાપમાન પણ 41.9 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે નીતરતા જોવા મળ્યા હતા. બુધવારે 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. ડીસા 41.6 ડિગ્રી, ગાંધીનગર 41.5, વલ્લભ વિદ્યાનગર 41.5, વડોદરા 40.3 પારો રહ્યો હતો.
આજે મુંબઈમાં મેઘાની થઈ એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગુરુવારે મુંબઈમાં એન્ટ્રી કરી છે. આ પહેલા હવામાન વિભાગે 9થી 11 જૂન વચ્ચે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી. મહારાષ્ટ્રમાં ધોમધોકાર વરસાદ પડી રહ્યો છે.