GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

લગ્ન પહેલાં બાળકને જન્મ આપવો જરૂરી, દેશના આ રાજ્યમાં અનોખી ‘દાપા પ્રથા’

તમે ક્યારેય લગ્ન પહેલા બાળકને જન્મ આપવાની પ્રથા વિશે ક્યારેય સાંભળ્યું છે? આ સાંભળીને નવાઈ લાગવી વ્યાજબી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પરંપરા કોઈ બીજા દેશની નહીં પરંતુ ભારતના જ એક રાજ્યની છે. આવી પ્રથા ભારતમાં જ એક સમજમાં છે જ્યાં લગ્ન પહેલાં બાળકને જન્મ આપવો કાયદેસર ઘાણવામાં આવે છે.

આ પ્રથા એક એવા સમાજ સાથે જોડાયેલી છે જ્યાં લગ્ન પહેલા બાળકને જન્મ આપવો શુભ માનવામાં આવે છે. જો લગ્ન પહેલા બાળક પેદા કરવામાં ન આવે તો તેને અશુભ માનવામાં આવે છે. સંભાળવામાં અજીબ લાગી શકે તેવી પ્રથા છે પરંતુ આ પ્રથા ભારતના રાજસ્થાનમાં 100૦ વર્ષોથી ચાલતી આવે છે. આ પરંપરા ઉદયપુરના સિરોહી અને પાલીમાં રહેનારા ગરાસિયા જનજાતિમાં નિભાવવામાં આવે છે.

આ પરંપરાને નજીકથી જોવામાં આવે તો તેમાં આજના લિવ ઇન રિલેશનશિપની ઝલક જોવા મળશે જેને આજનો સમાજ વધુ સમ્માન આપતો નથી. ત્યાં આ જતીના લોકો પોતાની પરંપરા અનુસાર પોતાની મરજીથી લિવ ઇનમાં રહે છે અને બાળકના જન્મ બાદ એકબીજા સાથે લગ્ન કરે છે.

આ પ્રથામાં ગરાસિયા જનજાતિના લોકોમાં ૨ દિવસનો વિવાહ મેળો ભરાય છે. આ મેલામાં યુવક અને યુવતી એકબીજાને પસંદ કરે છે અને લગ્ન પહેલા જ એક બીજા સાથે રહેલા લાગે છે. બાળકના જન્મ બાદ જ પોતાની ઈચ્છા અનુસાર લગ્ન કરે છે. અહીં યુવક અને યુવતીને પોતાના માટે જીવનસાથી પાસન કરવાનો પૂરો અધિકાર છે.

‘દાપા પ્રથા’

ગરાસિયા જનજાતિના લોકોની માન્યતા અનુસાર ઘણા વર્ષો પહેલા આ જનજાતિના ચાર ભાઈ બીજે ક્યાંક જઈને રહેવા લાગ્યા. જેમાંથી 3 એ લગ્ન કર્યા અને ચોથા ભાઈએ લિવ ઇન રીલેશનમાં રહેવાનું ચાલુ કર્યું. 3માંથી કોઈ ભાઈને બાળક ન થયા ફક્ત લિવ ઇનમાં રહેતા ભાઈના ત્યાજ બાળકનો જન્મ થયો. ત્યારથી જ અહીંના લોકો આ પ્રથાનું પાલન કરે છે. આ પરંપરાને ;દાપા પ્રથા’ કહેવામાં આવે છે.

આટલુજ નહીં અહીંની યુવતી ઈચ્છે તો બીજા વર્ષના મેલામાં બીજો પાર્ટનર પણ શોધી શકે છે. આવામાં નવા લિવ ઇન પાર્ટનરને પહેલાના પાર્ટનર કરતા વધુ પૈસા આપવા પડે છે. ઘણી વખત બાળકો જ પોતાના માતા પિતાના લગ્ન કરાવે છે. અહીં લગ્નનો ખર્ચો દુલ્હાના પરિવાર વાળા ઉઠાવે છે અને લગ્ન પણ દુલ્હાના જ ઘરે રાખવામાં આવે છે.

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!