GSTV
India News Trending

સરકાર બનાવવી સરળ છે, પરંતુ રાષ્ટ્રનું નિર્માણ કરવું નહીં… PM નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ

પીએમ મોદીએ શુક્રવારે જલ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવા માટેના અભિયાનને મોટી સફળતા ગણાવી છે. તેમણે આજે કહ્યું હતું કે, સરકાર દેશનું ઘડતર કરવાના પ્રયાસોના ભાગરુપે વર્તમાન અને ભવિષ્યના પડકારોનું સમાધાન કરી રહી છે. જળ જીવન મિશન હેઠળ ઘરે ઘરે નળથી પાણી પહોંચાડનાર ગોવા પહેલું રાજ્ય બન્યું છે. આવ તમામના પ્રયાસોથી શક્ય બને છે. સરકાર બનાવવા માટે એટલી મહેનત નથી કરવી પડતી જેટલી દેશ બનાવવા માટે કરવી પડે છે.

તેમણે કહ્યું હતું કે, આપણે તમામે દેશને બનાવવાનો રસ્તો પસંદ કર્યો છે. જેમને દેશની પરવા નથી તેમને દેશના વર્તમાન કે ભવિષ્યથી કોઈ ફરક પડતો નથી. આવા લોકો પાણી આપવાની વાતો કરી શકે છે પણ પાણી આપવા માટે મોટા દ્રષ્ટિકોણથી કામ નથી કરી શકતા.

પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, માત્ર ત્રણ વર્ષની અંદર જલ જીવન મિશન હેઠળ સાત કરોડ ગ્રામ્ય પરિવારોને પાઈપ થકી પાણીની સુવિધા આપવામાં આવી છે. જ્યારે આઝાદીના સાત દાયકામાં માત્ર ત્રણ કરોડ ગ્રામ્ય પરિવારોને આ પ્રકારની સુવિધા મળી હતી. આજે દેશના કુલ 10 કરોડ ગ્રામ્ય પરિવારો પીવાના પાણીની સુવિધા નળ થકી મેળવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, લોકોની ભાગીદારી, રાજકીય ઈચ્છા શક્તિ અને સંસાધનોનો ઉપયોગ આ મિશનની સફળતા માટે મહત્વપૂર્ણ છે. સરકારના અભિયાનની આ એક મોટી સફળતા છે.

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV