GSTV

PIB Fact Check: નાણામંત્રાલય આપી રહ્યુ છે દર મહિને 130000 રૂપિયા, જાણો આ વાયરલ ન્યૂઝ પાછળની શું છે સચ્ચાઈ

નોકરી

Last Updated on August 1, 2021 by Pravin Makwana

શું આપની પાસે પણ કોઈ એવો મેસેજ આવ્યો છે, જેમાં લખેલુ હોય કે નાણામંત્રાલય 1.30 લાખ રૂપિયા દર મહિને ઈમરજન્સી કૈશ વહેંચી રહી છે. જો આપની પાસે પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય તો, સાવધાન થઈ જવાની જરૂર છે. હાલ સો. મીડિયા પર આ પ્રકારના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જ્યારે PIB Fact Check આ પ્રકારનો વીડિયો જોયો તો, તેની સચ્ચાઈ જાણવાની કોશિશ કરી. બાદમાં જે ખુલાસો સામે આવ્યો તે ચોંકાવનારો છે.

શોષણ

PIB Fact Check જ્યારે તેની પડતાલ કરી તો તેની આખી સચ્ચાઈ સામે આવી હતી. જે પીઆઈબીએ જાહેર કરી છે. પીઆઈબીએ જણાવ્યુ છે કે, નાણામંત્રાલય તરફથી આવો કોઈ પ્લાન ચલાવાતો નથી.

પીઆઈબીએ કર્યુ ટ્વિટ

પીઆઈબીએ ફેક્ટ ચેક કરીને એક ટ્વિટ કર્યુ છે. જેમાં કહ્યુ છે કે, એક વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવે છે કે ઈમરજન્સી કૈશ તરીકે નાણામંત્રાલય લોકોને 6 મહિના માટે 1.30 લાખ રૂપિયા દર મહિને આપી રહ્યુ છે.

PIBFactCheckમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ દાવો તદ્દન ખોટો છે. પીઆઈબીએ લોકોને સલાહ આપી છે કે, આવી કોઈ યોજના છે નહીં. કોઈ પણ મેસેજ પર વિશ્વાસ કરતા પહેલા સારી રીતે પુષ્ટિ કરી લેવી. સરકાર તરફથી આવી કોઈ યોજનાની જાણકારી મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવી નથી. એટલા માટે આ યોજના સંબંધિત મંત્રાલયની વેબસાઈટ, પીઆઈબી અને બીજા વિશ્વાસપાત્ર માધ્યમોથી પડતાલ કર્યા બાદ અરજી કરો. સાથે જ કહ્યુ છે કે, આવા ભ્રામ ફેલાવતા મેસેજ પર વિશ્વાસ ન કરો. આર્થિક નુકસાન થઈ શકે છે.

જો આપની પાસે પણ આવો કોઈ મેસેજ આવે તો, આપ પણ પીઆઈબી પાસે ફેક્ટ ચેક કરાવી શકો છો. તેના માટે આપે https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ- [email protected] પર મોકલી શકો છો. આ જાણકારી આપને પીઆઈબીની વેબસાઈટ https://pib.gov.in પર પણ મળી જશે.

READ ALSO

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!