GSTV
Home » News » સુરતની સભામાં એવું થયું કે બંધ કરી દેવું પડ્યું ભાષણ, મોદીએ પણ સ્ટેજ પરથી કરવી પડી અપીલ

સુરતની સભામાં એવું થયું કે બંધ કરી દેવું પડ્યું ભાષણ, મોદીએ પણ સ્ટેજ પરથી કરવી પડી અપીલ

સુરત મહાનગરપાલિકા અને એરપોર્ટ ના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીના સંબોધન દરમિયાન ચાલુ કાર્યક્રમમાં અચાનક એલઈડી ઓપરેટર બેભાન થઈ ટેબલ પરથી નીચે પડી ગયો. ઓપરેટર બેભાન થઈ નીચે પડી ગયો હોવા છતાં કાર્યક્રમમાં હાજર કોઈ અધિકારીઓ કે સુરત એરપોર્ટ અથવા પાલિકાના કર્મચારીઓએ યુવકને ઉભા કરવા સુધીની તસ્દી સુધા લીધી ન હતી. પરંતુ કાર્યક્રમનો કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓએ જાતે બેભાન થયેલા ઓપરેટરને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા. જ્યાં બાદમાં આ ઘટના પર વડાપ્રધાનની નજર પડતા તેમને ડાયસ પર હાજર ભાજપના નેતાઓને તાત્કાલિક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. વડાપ્રધાને થોડી ક્ષણો માટે પોતાનું સંબોધન પણ બંધ કરી દીધું હતું.

જ્યાં ભાજપના શહેર પ્રમુખ સહિતના આગેવાનો એમ્બ્યુલન્સ મારફતે યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ રવાના થયા હતા. BP-લો થવાના કારણે યુવકને ચક્કર આવ્યા હતા અને બાદમાં તે બેભાન થઈ નીચે પડી ગયો હતો. જો કે હાલ યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. પરંતુ સભામાં પીવાના પાણી માટે લઈ જવાની કોઈ પણ વ્યવસ્થા ના હોવાના કારણે આ ઘટના બની હોવાનું કારણ જાણવા મળે છે. જ્યાં યુવકની હાલત હાલ સુધાર પર હોવાનું જાણવા મળે છે.મળતી માહિતી અનુસાર યુવકનું કીશન મોરાલિયા છે અને તે રાજકોટનો રહેવાસી હોવાનું માલૂમ પડ્યું

યુવકની હાલત હાલ સુધાર પર હોવાનું જાણવા મળે છે.મળતી માહિતી અનુસાર યુવકનું કીશન મોરાલિયા છે અને તે રાજકોટનો રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. સુરત ખાતે એલઇડી ઓપરેટર તરીકે કામ કરતો હોવાનું પણ જાણવા મળે છે. બીજી તરફ યુવકના બેભાન થવા પાછળનું કારણ બહાર આવ્યું છે કે સભામાં પીવાના પાણી લઈ જવા પર એસપીજી ના અધિકારીઓ દ્વારા મનાઈ ફરમાવી હતી. જેથી પાણી ન મળવાના કારણે પણ આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.

જો કે આવી જ એક ઘટના ઓરીસ્સાના પાટનગર ભૂવનેશ્વરમાં પણ સર્જાઈ હતી. જ્યા રાહુલ ગાધી રોડની કિનારા પર ઉભા હતા. જેની બાજુમાં સિક્યુરીટી ગાર્ડ પણ સુરક્ષા કરી રહ્યા હતા. રાહુલને કવર કરી રહેલો એક કેમેરામેન અચાનક રોડથી નીચે પડી જાય છે. આ વાતની જાણ થતા રાહુલ ગાંધી દોડીને તેને ઉભો કરે છે. ત્યારે રાજનેતાઓના કવરેજમાં પત્રકારો અને ખાસ કેમેરામેન પોતાની સુરક્ષા ભૂલીને પોતાની ફરજ અદા કરતા હોઈ છે. તો કેટલીક વખત પરિસ્થિતિના કારણે તબિયત પણ ખરાબ થતી હોય છે.

Related posts

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi

કોળી સમાજના સંમેલનમાં કરાયું નક્કી, કોંગ્રેસને મત નથી આપવાનો

Mayur