GSTV
Home » News » 20,000થી વધુની રોકડ લેવડ-દેવડ કરી તો મળશે સરકારી નોટીસ, નવા નિયમો જાહેર

20,000થી વધુની રોકડ લેવડ-દેવડ કરી તો મળશે સરકારી નોટીસ, નવા નિયમો જાહેર

જો તમે દિલ્હીમાં પ્રોપર્ટી ખરીદવાનુ મન બનાવી રહ્યાં છો તો પહેલા આઈટી ડીપાર્ટમેન્ટના નવા આદેશ અંગે એક વખત જરૂરથી જાણી લો. ખરેખર, હાલમાં આઈટી ડીપાર્ટમેન્ટે દિલ્હીમાં પ્રોપર્ટી ખરીદવાને લઇને નવા નિયમો જાહેર કર્યા છે. જે હેઠળ હવેથી કોઈ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદવા માટે 20,000થી વધુની રોકડ લેવડ-દેવડ કરી શકશે નહીં.

આવકવેરા વિભાગે ઉપાડ્યુ આ પગલું

આવકવેરા વિભાગન એક સીનિયર અધિકારીનુ કહેવુ છે કે અત્યારે આવકવેરા વિભાગ દિલ્હીમાં 2015 થી 2018 દરમ્યાન કરાયેલી રજીસ્ટ્રીઓ અંગે તપાસ કરી રહ્યું છે. જેમાં 20 હજારથી વધુની રોકડ લેવડ-દેવડ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે કાળા નાણાં પર સકંજો લગાવવા માટે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 269એસએસમાં સંશોધન કર્યુ હતું. આ 2015થી પ્રભાવી થયુ હતું. વિભાગે 1 જૂન 2015થી લઇને ડિસેમ્બર 2018 સુધીની રજીસ્ટ્રીઓનુ ઝીણવટપૂર્વક તપાસ કરી છે. આ તપાસ એટલા માટે કરાઇ રહી છે, કારણકે 20 હજારથી વધુ લેવડ-દેવડ કરનારા લોકો પર આવકવેરા વિભાગ દંડ લગાવી શકે. સાથે જ તેમને આ રકમના સ્ત્રોત અંગે પૂછપરછ કરી શકે.

આવકવેરા વિભાગનો નવો નિયમ

અહીં જણાવવાનુ કે 1 જૂન 2015થી સીબીડીટીના જાહેર થયેલા નવા નિયમો મુજબ જમીન ખરીદવા અને વેચવા માટે 20 હજારથી વધુની રોકડનો ઉપયોગ કરી શકાશે નહીં. તેના માટે ચેક, આરટીજીએસ (રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ)ના મોટાભાગના ડિજિટલ પેમેન્ટને જ કાયદેસર મનાશે. જો કોઈ શખ્સ 20 હજારથી વધુની રોકડ લેવડ-દેવડ કરે છે તો તેના પર આવકવેરા સેક્શન 271 ડી હેઠળ કાર્યવાહી કરાશે.

મીડિયા રિપોર્ટ મુજબ, આવકવેરા વિભાગ આવતા મહિનાથી જ નોટીસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. આ સાથે જ આવકવેરા વિભાગ 20 હજારથી વધુની રોકડ લેવડ-દેવડ કરનારા લોકો પર દંડ લગાવવાની તૈયારી પણ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, લોક પણ ખુશખુશાલ

Mayur

યુવાન પુત્રનાં દુ:ખદ નિધનથી ભાંગી પડ્યા શિક્ષણ મંત્રી, સીએમ સહિતનાં નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલી

Riyaz Parmar

ક્રિકેટની પીચ પર પોતાની કમાલ દેખાડતી આ 5 મહિલા ક્રિકેટર્સ છે કુંવારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!