GSTV

મોટો સપાટો/ એટલા રોકડા રૂપિયા મળ્યા કે અધિકારીઓ મશીનો લાવી ગણી ગણીને થાકી ગયા, 450 કરોડનું કાળુ નાણુ મળ્યું

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બેતુલ સ્થિત એક સોયા પ્રોડક્ટનું ઉત્પાદક કંપનીનાં 22 સ્થાનો પર છાપો માર્યો, જેમાં 450 કરોડ રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું છે. નાણાં મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે 11 ફેબ્રુઆરીનાં દિવસે મધ્ય પ્રદેશનાં બેતુલ અને સતના, મહારાષ્ટ્રનાં સોલાપુર અને પશ્ચિમ બંગાળનાં કોલકાત્તામાં છાપો માર્યો હતો.

8 કરોડ કેશ અને 44 લાખથી વધુનું વિદેશી ચલણ જપ્ત કરાયું

નાણા મંત્રાલયે જણાવ્યું કે, ‘આ દરમિયાન 8 કરોડ રૂપિયા કેશ અને 44 લાખ રૂપિયાથી વધુનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે, 9 બેંક લોકર્સ પણ મળ્યા છે. બિઝનેસ ગ્રુપે 259 કરોડની બેનામી આવકની ઘોષણા કરી છે. જે રકમનું કોલકાત્તા સ્થિત શેલ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે.’

હજુ વધુ તપાસ ચાલી રહી છે

મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘ડિઝિટલ પુરાવાઓ તરીકે લેપટોપ, હાર્ડ ડ્રાઇવ્સ, પેન ડ્રાઇવ્સ પણ જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 450 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત સંપત્તીની માહિતી મળી છે, હજુ વધુ તપાસ ચાલી રહી છે. એટલી કેશ હતી કે રૂપિયા ગણવા મશીનો મંગાવવા પડ્યા હતાં.’

READ ALSO :

Related posts

બનાસકાંઠા માસ્ક કૌભાંડ પહોંચ્યું દે. સીએમ ઓફિસ, નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ

Pritesh Mehta

અરવલ્લી: હજારો રોકાણકારોને લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થનાર 3ની થઇ ધરપકડ

Pritesh Mehta

ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!