GSTV

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ 2016-2019 વચ્ચે નવી દિલ્હીનાં અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટરમાં 106 કરોડ રૂપિયા બિનહિસાબી રોકડનાં સ્ત્રોતની  તપાસ કરી રહ્યો છે, આઇટીનાં 408 પાનાનાં ડોઝિયરથી આ બાબતની માહિતી મળે છે, કે બેહિસાબી રોકડ ટ્રેંચમાં પહોંચાડવામાં આવી હતી, અને પાર્ટીનાં અકબર રોડ હેડક્વાર્ટરમાં કેશિયર દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી.

408 પાનાનાં ડોઝિયરથી આ માહિતી જાણવા મળે છે

TRANCHE 1 – Rs 74,62,00,000, 13 FEB  2019 – 4 OCT  2019 નાં વચ્ચે વિતરણ

TRANCHE 2 – Rs 26,50,00,000, AUG 2016 – SEPT 2016 નાં વચ્ચે વિતરણ

TRANCHE 3 – Rs 5,22,00,000,APR 2017 – SEPT 2019 નાં વચ્ચે વિતરણ

આ વ્યવહારોની કેટલીક વિશિષ્ટતાઓથી જણાવા મળે છે કે 27 ફેબ્રુઆરી, 2019 ના રોજ રૂ. 5.4 કરોડનું વિતરણ કરવામાં આવ્યું હતું, 28 ફેબ્રુઆરી, 2019 ના રોજ 3.75 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 20 એપ્રિલ, 2019 ના રોજ, એઆઈસીસી ઓફિસને 6.40 કરોડની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. 24 એપ્રિલ, 2019 ના રોજ, 5.45 કરોડની બીજી હપતા પછી. રસપ્રદ વાત એ છે કે, આ રકમના ભાગોની વહેંચણી 2019 ની સામાન્ય ચૂંટણી પહેલાની છે.

ભાજપે આ મામલે સોનિયા ગાંધીનો જવાબ માંગ્યો

આ બાબતે ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીયાએ કહ્યું કે, વર્ષ 2016માં નોટબંધી અંગે કોંગ્રેસ તરફથી ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ પાર્ટી તેની સતત ટીકા કરી રહી હતી. તેમના હેડક્વાર્ટર પર પાછા આવેલા પૈસા માટે કોંગ્રેસે જવાબ આપવો પડશે.આ તે લાલચ અને ભૂખ સૂચવે જે ગાંધી પરિવારની પૈસા માટે છે. આ આઇટી દસ્તાવેજો સમજાવવાની જરૂર છે અને સોનિયા ગાંધીએ તે અંગે જવાબ આપવો જોઇએ કારણ કે તેઓ હાલમાં પાર્ટીનાં પ્રમુખ છે.

મિડિયાનાં ન્યુઝ બ્રેક અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે વડા પ્રધાનની સંમતિ વિના આવી તપાસ શક્ય નથી. તેમણે કહ્યું, “બીજેપીએ દિલ્હીમાં સેવન સ્ટાર કાર્યાલય બનાવ્યું છે, શું હું તેમને તે અંગે તપાસ કરવા કહી શકું.”

READ ALSO

Related posts

Chanakya Niti: વેપાર-ધંધામાં પ્રગતિ માટે આ 4 બાબતોનું રાખો ખાસ ધ્યાન, સફળતા ચુમશે તમારા કદમો

Bansari

સેન્સેક્સ એક વર્ષમાં થયો ડબલ : રોકાણકારો થયા માલામાલ, તેજીના આ કારણો વચ્ચે જાણી લો હવે રોકાણ કરવું જોઈએ કે નહીં?

Ankita Trada

ગાંધીનગર/ આરોગ્ય કર્મચારી સંઘના બે લીડરની ધરપકડ, એપેડેમિક એક્ટ હેઠળ ગુન્હો થયો દાખલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!