એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના અમદાવાદ, હિમ્મતનગર, મોરબી અને સુરતની ઑફિસો, ફેક્ટરીઓ તથા તેના ડિરેક્ટર્સના અમદાવાદ ખાતાના બંગલા સહિત ૪૦થી વધુ સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં આજે વધુ રૃા. ૫ કરોડની રોકડ મળતા આવકવેરા ખાતાના અધિકારીઓએ ઝડપી પાડેલી રોકડ રકમ રૃા. ૨૦ કરોડથી વધી ગઈ છે.

૨૫ ટીમના દરોડા હજીય ચાલુ
આ સાથે જ બીજા ૧૩ લોકર મળી આવતા અત્યાર સુધીમા હાંસલ કરેલા લોકરની સંખ્યા વધીને ૨૫ની થઈ છે. સોમવારથી આ લોકર ઓપરેટ કરવામાં આવશે. આવકવેરાના દરોડા પાડવા માટે ગયેલી ૪૦ ટીમમાંથી ૧૫ ટીમ પરત ફરી છે. બાકીની ૨૫ ટીમના દરોડા હજીય ચાલુ જ છે.

10 કરોડની રોકડ મળી હતી
ગઈકાલે સુરતના વીઆઈપી રોડ પર આવેલા રત્નજ્યોત એપાર્ટમેન્ટમાંથી ઓપરેટ કરતાં શેરદલાલ ચિરાગ મોઢને ત્યાંથી ચાર કરોડની રોકડ ઝડપાઈ હતી. પહલા દિવસે ત્રણ ફાઈનાન્સર અને કંપનીના ડિરેક્ટરો પાસેથી રૃા. ૧૦ કરોડની રોકડ મળી હતી.

ગઈકાલે સુરતના વીઆઈપી રોડ પર આવેલા રત્નજ્યોત એપાર્ટમેન્ટમાંથી ઓપરેટ કરતાં શેરદલાલ ચિરાગ મોઢને ત્યાંથી ચાર કરોડની રોકડ ઝડપાઈ હતી. પહલા દિવસે ત્રણ ફાઈનાન્સર અને કંપનીના ડિરેક્ટરો પાસેથી રૃા. ૧૦ કરોડની રોકડ મળી હતી.
READ ALSO
- IBPS RRB Recruitment 2022: દેશભરની ગ્રામીણ બેંકોમાં 8000 થી વધુ જગ્યાઓ ખાલી, અરજી કરવાની આજે છેલ્લી તક
- Umang 2022: લાંબા સમય પછી સ્ટેજ પર જોવા મળ્યા કિંગ ખાન, ડાન્સ પરફોર્મન્સથી જીત્યા ચાહકોના દિલ
- આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર