આઈટી કંપની ઈન્ફોસિસ પોતાના કર્મચારીઓને આપી રહી છે આ ઑફર

દેશની મોટી આઈટી કંપની ઈન્ફોસિસ પોતાના કર્મચારીઓને પગાર ડબલ કરવાની સુવર્ણ તક આપી રહી છે. કંપનીએ કર્મચારીઓની સ્કિલ વધારવા અને એટ્રીશન રેટ ઘટાડવા માટે નવી યોજના બનાવી છે. જે હેઠળ કર્મચારીઓનો પગાર ડબલ થઈ શકે છે. ટીઓઆઈ મુજબ, કંપનીનો નવો બ્રિજ પ્રોગ્રામ પૂર્ણ કરનારા કર્મચારીઓનો ઈન્ફોસિસ પગાર ડબલ કરી રહી છે.

જે હેઠળ કર્મચારી નોકરી છોડ્યા વગર નવી સ્કિલનો વિકાસ કરી શકે છે. ઈન્ફોસિસ મુજબ, જે કર્મચારીઓએ આ પ્રોગ્રામ દ્વારા પોતાની સ્કિલ વધારી છે, તેના પગારમાં 80 થી 120 ટકાનો વધારો કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધી 400 લોકોને ટ્રેન કરવામાં આવ્યાં છે.

આ પ્રકારના કાર્યક્રમ લાવીને ઈન્ફોસિસ ઈચ્છે છે કે તેના કર્મચારીઓ નોકરી છોડીને જાય નહીં. જેને કારણે જુનિયર પોઝીશન પર ઓછો એટ્રીશન રેટ હશે. ઈન્ફોસિસે આ પ્રકારના 6 બ્રિજ પ્રોગ્રામ બનાવ્યાં છે. જેમાં બ્રિજ ટૂ કન્સલટિંગ, બ્રિજ ટૂ પાવર પ્રોગ્રામિંગ, બ્રિજ ટૂ ડિઝાઇન, બ્રિજ ટૂ ટેક આર્કિટેક્ચર જેવા કાર્યક્રમ સામેલ છે. ઈન્ફોસિસે નાણાંકીય વર્ષ 2018માં પોતાના કર્મચારીઓ પર 32,472 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કંપનીએ નાણાંકીય વર્ષ 2017ના 30,944 રૂપિયાની સરખામણીએ આ ખર્ચમાં 4.94 ટકાનો વધારો કર્યો હતો. કંપનીના આ પગલા બાદ આ ખર્ચમાં વધારે વધારો થઇ શકે છે.

છેલ્લા કેટલાંક વર્ષથી આઈટી ઈન્ડસ્ટ્રીમાં ફ્રેશર્સનો પગાર વાર્ષિક 3.5 લાખ રૂપિયા પર અટક્યો છે. આ કંપનીઓમાં 8 થી 10 ટકાથી વધુ વાર્ષિક ઈન્ક્રીમેન્ટ પણ હોતુ નથી. એવામાં ઈન્ફોસિસનું આ પગલું કર્મચારીઓને આધાર આપી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter