અમેરિકા તથા યુરોપની બેન્કિંગ કટોકટી ભારતના ૨૪૫ અબજ ડોલરના આઈટી બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (બીપીએમ) ઉદ્યોગને ફટકો મારી શકે છે. દેશના બીપીએમ ઉદ્યોગની કુલ આવકમાંથી અંદાજે ૪૦ ટકા આવક બેન્કિંગ, ફાઈનાન્સિઅલ સર્વિસીઝ અને ઈન્સ્યૂરન્સ (બીએફએસઆઈ) ક્ષેત્રમાંથી થાય છે.

મોટી બેન્કિંગ સંસ્થાઓ તૂટી પડવાને કારણે હાલના વેપાર પર અસર થશે એટલું જ નહીં, ભવિષ્યના ટેક ખર્ચમાં પણ ઘટાડો જોવા મળશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

દેશની ટીસીએસ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી તથા ઈન્ફોસિઝ જેવી કંપનીઓ અમેરિકાની બેન્કોમાં વ્યાપક એકસપોઝર ધરાવે છે, ત્યારે સ્થિતિ વધુ વણસસે તો આવા પ્રકારની કંપનીઓની આવક પર અસર પડતા વાર નહીં લાગે.
વિવિધ આઈટી કંપનીના આગેવાનો સાથે કરેલી વાતચીતના આધારે એનાલિસ્ટે જણાવ્યું હતું કે, હાલમાં દેશનો સંપૂર્ણ આઈટી ઉદ્યોગ ચિંતાના માહોલમાં છે.

વૈશ્વિક સ્તરે બેન્કિંગ ક્ષેત્રમાં ટેક ઈન્વેસ્ટમેન્ટસમાં ઉત્તર અમેરિકાની બેન્કો આગેવાની ધરાવે છે. ૨૦૨૨માં અહીંની બેન્કોએ આઈટી બજેટ પાછળ ૮૨ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. કુલ વૈશ્વિક ખર્ચનો આંક ૨૫૦ અબજ ડોલર રહ્યો હતો, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં