યુરોપ અને અમેરિકામાં મંદીની અસર આઈટી ઈન્ડસ્ટ્રી પર દેખાવા લાગી છે. આઈટી કંપનીઓ હવે ભરતી ઘટડાવાનું વિચારી રહી છે. કેટલાક ભરતીકર્તાઓ દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે – નવા નાણાકીય વર્ષમાં કેમ્પસ અને એન્ટ્રી લેવલની ભરતીમાં 20 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. આઈટી કંપનીઓના નિર્ણયથી અંતિમ વર્ષમાં અભ્યાલ કરતા વિધાર્થીઓને નોકરીની શોધમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ સિવાય મંદીના ડરથી આઈટી કંપનીઓ એવા લોકોને પણ નોકરી આપવામાં વિલંબ કરી રહી છે, જેમને 6 મહિના પહેલા ઓફર લેટર જારી કરાવામાં આવ્યા હતા. ટેક હાયરિંગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અમારા અનુમાન પ્રમાણે વર્ષ 2024ના નાણાકીય વર્ષની ફ્રેશર્સ ભરતીમાં 20 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઘણા ઉમેદવારો નોકરીમાં જોડાવા માટે રાહ જોઈ રહ્યાં છે અને એવી અપેક્ષા છે કે મિડ-ટાયર કંપની તેમની દરખાસ્ત સ્વીકારી શકે છે. પરંતુ નાની કંપનીઓ મોટી IT કંપનીઓના પ્રમાણમાં ભરતીના લક્ષ્યાંકને પૂર્ણ કરી શકે તેમ નથી.
સોફ્ટવેર ડેવલપર્સ માટે પણ એકંદર બજારમાં મંદીની સ્થિતિ છે. યુએસ અને યુરોપમાં નબળા આર્થિક સંકેતો ભારતીય ટેક કંપનીઓ માટે ચેતવણીના સંકેતો છે. જેમાં ભારતીય IT કંપનીઓ ખાસ કરીને ફ્રેશર્સને હાયર કરવાની તેમની યોજનાઓ ઘટાડવાની વિચારે છે.

મીડિયા અહેવાલ પ્રમાણે – ઈન્ફોસિસ લિમિટેડ FY23 માં કોલેજ કેમ્પસમાંથી 50,000 વિદ્યાર્થીઓ, વિપ્રો લગભગ 30,000 અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ 40,000 વિદ્યાર્થીઓની ભરતી કરશે તેવી અપેક્ષા છે. જ્યારે ટેક મહિન્દ્રા લિમિટેડ 15,000 અને HCL ટેક્નોલોજીસ લિમિટેડ 45,000ની ભરતી કરે તેવી અપેક્ષા છે.
Also Read
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી