GSTV

IT Chapter-2 : આ કથા ભારતમાં પણ બની ચૂકી છે, ખ્યાલ છે ક્યારે ?

Mayur Khavdu:મલ્ટી કેમેરાનો ઉપયોગ કરી શૂટ થયેલી અને 4 જાન્યુઆરી 1998ના રોજ પહેલીવાર Zee Tv પર વો નામની એક સિરીયલ પ્રસારિત થઈ હતી. આ સિરીયલમાં ફિલ્મમાંથી ફેંકાય ગયેલા કલાકારોનો શંભૂમેળો હતો. આશુતોષ ગોવારિકર, મામિક સિંઘ (વિક્રાલ) અને ઘણા બધા. એ સિરીયલ જોઈ લોકો ડરી ગયા હતા. પણ એ સિરીયલ મૂળ 1990માં આવેલી અને સ્ટીફન કિંગની બેસ્ટ સેલર નોવેલ પર આધારિત IT પરથી બની હતી. 1990ની સિરીયલ લોકપ્રિય થઈ હતી. આજે એ સિરીયલ ફિલ્મ સ્વરૂપે 3 કલાકના ડ્યૂરેશનમાં આખેઆખી ઓનલાઈન મળી જશે.

2017માં IT ચેપ્ટર 1 આવ્યું તેની તુલનાએ IT ચેપ્ટર 2 ખૂબ લાંબી છે. મેકર્સે પહેલા જ ખુલાસો કર્યો હતો કે ફિલ્મ 2 કલાક 47 મિનિટની બનશે. એમાં પાછી ત્રણ મિનિટ ઉમેરી દેવાની છે. ફિલ્મમાંથી બાળકોના પોર્શનની બાદબાકી કરી નાખવામાં આવે તો કશું બચતું નથી. ચેપ્ટર 1ની માફક ફિલ્મ વધારે ડરાવતી પણ નથી. કેટલાક સીનની બાદબાકી કરો તો સુપરનેચરલ હોરરનું કોમેડીમાં રૂપાંતરણ થઈ ગયું છે. હિન્દીમાં જોશો તો અચૂક એવું લાગશે.

કહાની

ફિલ્મની શરૂઆત થાય છે બે ગે લોકોથી. તેમની કિસ ચીડ ચડે તેવી છે. દુશ્મનો આવે છે અને તેમને પીટે છે. એકને મારી પુલની નીચે વહેતા પાણીમાં ફેંકી દે છે. જ્યાં ઉભો છે પેનિવાઈસ ક્લાઊન. તેની એન્ટ્રી સાથેનું સંગીત થથરાવી નાખે છે. લુઝર્સ ક્લબનો Mike Hanlon હજુ પણ તે ભયાવહ શહેરમાં રહે છે. આ હત્યા પછી તેને ખ્યાલ આવે છે કે જોકર પાછો ફર્યો છે. 27 વર્ષ બાદ તેણે ફરી દેખા દીધી છે. તે પોતાના મિત્રોને બોલાવે છે. પણ કેટલાક લોકો આવવા માટે રાજી નથી. Derry શહેરમાં તેમને માંડમાંડ કરી બોલાવવામાં આવે છે. પણ શહેરમાં પ્રવશેતા જ પેનિવાઈસ પોતાનો જાળ રચવાનું શરૂ કરે છે અને ડરાવે છે. બસ આ ડરમાં પ્રવેશ કરવાનો છે અને તેમાંથી બહાર નીકળવાનું છે.

Chapter-2 Wow

પેનિવાઈસ ક્લાઉન ભયંકર દેખાય છે, પણ તેમાં કોઈ ગોડઝિલા જેવી ઝલક જોવા મળે છે. જેણે ચેપ્ટર-1ની સીડી બેથી ત્રણ વખત ઘસી નાખી હશે તેમના માટે આ ફિલ્મમાં કંઈ કાઢી લીધા જેવું નથી. કારણ કે જો તમે ચેપ્ટર-1થી ડર્યા નથી કે ડરી લીધું છે તો ચેપ્ટર-2માં વધારે ડરવાનું નહીં આવે.

ભૂતની ફિલ્મોમાં એક્ટિંગ નથી કરવાન હોતી. હા, તમારો ડાયરેક્ટર આલ્ફ્રેડ હિચકોક છે તો તમારે એક્ટિંગ કરવી પડશે. હોરર ફિલ્મોમાં બે પ્રકારના અભિનય થાય છે. એક વધારે પડતું ડરવું અને બાદમાં વધારે પડતી હિંમત દાખવવી. આ બે ટોનિક કોઈના શરીરમાં ભરેલા હોય તો કોઈ પણ વ્યક્તિ હોરર જોનરમાં અભિનય કરવાને લાયક બની જાય છે. ચેપ્ટર-2માં તેનું સંતુલન જોવા મળે છે.

1990ની સિરીઝથી આ ફિલ્મ એટલે અલગ પડે છે કે, તેમાં ITની વ્યુત્પતિ દર્શાવી નહોતી. 2019માં વ્યુત્પતિ ન બરાબર દર્શાવી હોવાથી મૂળ જાણવા માટે તમારે નોવેલનો સહારો લેવો પડશે. આદિવાસીનો કોન્સેપ્ટ લઈ આવી ડાયરેક્ટર Andrés Muschietti પોતાના પગ પર જ કુહાડો મારી દીધો છે. જે વસ્તુને દર્શાવવા માટે વધારે અડધો કલાક જોઈએ તેને તેણે 15 મિનિટનાં ડ્યૂરેશનમાં જેમ તેમ પતાવવાની કોશિષ કરી છે. પોપ્યુલર હોય એટલે કેમિયો ફરજીયાત કરાવવો એ જરૂર નથી. સ્ટીફન કિંગનો કેમિયો છે સરસ પણ તે ફિલ્મની લંબાઈમાં વધારો કરશે અને નોવેલના અંત પર મજાક ઉડાવશે. કિંગનો ફિલ્મી ડાઈલોગ અંતે કેટલીક ઓડિયન્સ માટે સાચો પણ પડી ગયો છે.

Chapter-2માં 1ની માફક જ એક વાત ઉડીને આંખે વળગે છે. દર 15 મિનિટે આવતો સીન માત્ર ધ્રાંસકો આપી હાર્ટ અટેક આપવા માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના ખાટલા નીચે પાગલ બની અભિનય કરતાં એન્ટોગોનિસ્ટના ખાટલા નીચે ફુગ્ગો આવી જાય અને ધડામ કરી ફાટતા જે વસ્તુ નીકળે તે ચીચીયારીઓ પાડવા મજબૂર કરે. જૂના ઘરને નવા ઘરના શણગાર બનાવી ભ્રમની માયાજાળનું દ્રશ્ય સર્જી Beverly Marshને ડરાવે. Ben Hanscomના પેટ પર ચાકુથી લખાણ લખવામાં આવે. એક છોકરીને ખાતી વખતે કેટલી નિરવ શાંતિ પથરાયેલી હોય છે ! આવા અગણિત દ્રશ્યો ડાયરેક્ટરે મુક્યા છે.

સ્ટીવનની નોવેલની ખાસિયત રહી છે કે હંમેશાં તેમાં કોઈ એક પાત્ર નવલકથાકાર હોય છે. અને તે નવલકથાકારના જીવનમાં નિષ્ફળતા ટકોરા દેતી હોય છે. Bill Denbrough હવે મોટો થયો છે. નવલકથાઓ લખવા માંડ્યો છે. તેની નવલકથાના અંત કોઈને પસંદ નથી. ઉપરથી વોર્નર બ્રધર્સ તેની કથાઓ પરથી ફિલ્મો બનાવે છે. એન્ડમાં બદલાવ લાવવાની વાત કરે છે. ખૂદ Darryમાં ITના નવલકથાકાર સ્ટીવન કિંગ પણ તેની નવલકથાના અંતની આલોચના કરે છે. આવું શું કામે ? મોટાભાગની હોરર અને સસ્પેન્સ થ્રીલર નવલકથાઓ શરૂઆતથી અંતના થોડા પહેલાં મઝા કરાવતી હોય છે. પણ જ્યારે અંત આવે છે ત્યારે 90 ટકા લોકો હતાશ થાય છે. 10 ટકા લેખકો જ આ દુનિયા પર એવા છે જે અંતને વાંચકના હ્રદયમાં આભડછેટ ન સર્જાય તેવી રીતે મુકવાનું જાણે છે. તેમાં કેટલાંક સફળ જાય છે કેટલાંક નિષ્ફળ જાય છે. સ્ટીવન પણ આ દર્દમાંથી પસાર થઈ ચૂક્યા છે અને તેમણે ફિલ્મમાં પણ આ કન્સેપ્ટને આવરી લીધો છે.

ફિલ્મ ખેંચાય છે વધુ. જેમણે 1990માં બનેલી સિરીઝ જોઈ હશે તેમના માટે એક વસ્તુ ઉમેરું કે જેટલી લાંબી એ સિરીઝ છે તેનાથી થોડી જ ઓછી લાંબી IT Chapter 2 છે. તો શા માટે સિરીઝ ન બનાવી ? 1990ની સિરીઝમાં ભૂતકાળ અને વર્તમાન દર્શાવી પટકથાનો ધ એન્ડ કરી નાંખ્યો હતો. 2019ની IT Chapter 2માં પણ એ જ દર્શાવ્યું તો પહેલો પાર્ટ શા માટે બનાવ્યો ? આમ વિચારો તો ફિલ્મ ટ્રાયોલોજી બની જાય છતાં એટલી ખેંચે છે કે એક સમયે થીએટરમાંથી બહાર નીકળી જવાનું મન થઈ આવે.

Bill Skarsgård પેનિવાઈસ ક્લાઊન બન્યો છે. જોકરનું કામ હંમેશાંથી હસાવવાનું રહ્યું છે પણ જોકરની ઉદાસી ડરાવી જાય છે. Bill Skarsgård અત્યાર સુધીનો સૌથી ભયાનક જોકર બન્યો છે. તેનું એક્ટિંગ લેવલ, તેની ભયાનકતા અને એક એક દ્રશ્યો બૂમ પડાય જાય તેવા છે. હોલિવુડને હવે જોકરો પ્રત્યે ખૂબ પ્રેમ ઉભર્યો છે. તમામ એક્ટરોની અભિનય ક્ષમતા તેમની પાછલી ફિલ્મો જેટલી જ રહી છે. કોઈ વિકાસ નથી થયો. માત્ર Bill Skarsgårdને છોડતા. માનવું પડે પેનિવાઈસ અત્યાર સુધીનું સૌથી ભયાનક કિરદાર છે. સ્ટીવનની શાઈનિંગ બાદનું સૌથી ડરાવનું. સ્ટીવન કિંગના ફેન્સ માટે આ ફિલ્મ વન ટાઈમ વોચેબલ છે. Bill Skarsgårdના પેનિવાઈસ રોલ અને બેકગ્રાઊન્ડમાં વાગતા તેના ભયાનક મ્યુઝિક માટે વારંવાર જોવી ગમે તેવી છે.

READ ALSO

Related posts

દેશમાં છેલ્લા સપ્તાહમાં 3 ગણા દર્દીઓ વધ્યા, એપ્રિલમાં એવરેજ દરરોજ નવા 500 કેસ નોંધાયા

Pravin Makwana

અસમના MLA એ ક્વોરન્ટાઈન સેન્ટર પર સાંપ્રદાયિક ટીપ્પણી કરતા ધરપકડ, દેશદ્રોહની ફરીયાદ પણ દાખલ

Ankita Trada

કાળા બજારીઓ પર ગૃહ મંત્રાલયનો સકંજો, દરેક રાજ્ય સરકારને કરવામાં આવ્યો આ આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!