GSTV
Home » News » ‘વાયુ’ ચક્રવાતની ખેતીને થપાટ, ખેતરોમાં ઉભા પાકનો સોથ વળી જતા ભારે નુકસાન

‘વાયુ’ ચક્રવાતની ખેતીને થપાટ, ખેતરોમાં ઉભા પાકનો સોથ વળી જતા ભારે નુકસાન

વાયુ ચક્રવાતની ઘાત ટળી જતા સૌ કોઇને હાશકારો થયો છે,પરંતુ વાયુ ચક્રવાતની અસર તળે લાગેલી થપાટે નુકસાની સર્જી છે તે વાતને નકારી શકાય તેમ નથી. કારણકે વાયુ ચક્રવાતની અસરે નુકસાન સર્જયુ છે તેમાં કોઇ શંકા નથી.


ઘેડ-નાઘેર પંથકમાં કેળ, કેરીના બગીચાઓને નુકસાન

સોમનાથમાં ભારે વરસાદનાં કારણે પાણી ભરાયા હતાં. મંદીર નજીક આવેલ શોપીંગ સેન્ટરની દુકાનોમાં ગોઠણડૂબ પાણી ભરાતા માલસામાનને ભારે નુકશાન થયું છે. માળિયા હાટિનાના ગડુમાં ભારે પવન અને ધીમી ધારે વરસાદ વરસ્યો. જેથી ખેડૂતોને નાળીયેરી, નાગરવેલ, કેળ, કેરીના બગીચાઓને ભારે માત્રામાં નુકશાન થયું છે. પવનને કારણે અમુક વિસ્તારમાં નાળીયેરી, નાગરવેલ, કેળ વગેરેનો સોથ વળી ગયો છે. બીજી તરફ અમુક ગામડાઓમાં વિજ પુરવઠો આપતી વિજલાઇન તથા ટ્રાન્સફોર્મ્રરને પણ નુકશાન થયુ છે.

પરિવહન ઠપ્પ થતા વેપારીઓને નુકસાન

ભાવનગર ડેરી રોડ પર આવેલા દેવુબાગ વિસ્તારમા મોટો ભુવો પડ્યો છે. ભુવો પડતા ત્યાં પાર્ક કરેલા કારો સહીતના વાહનો ભુવામાં ફસાયા હતા. જામનગરમાં વેપારીઓને મસમોટું નુકસાન થયું છે. ટ્રાન્સપોર્ટ સેવા ઠપ્પ થઈ ગઈ હતી જેના કારણે બહારથી આવતા માલસામાનનું પરિવહન અટકી જતા વેપારીઓને ભારી નુકસાન થયું છે. જો કે સોમવારથી વેપાર-ધંધા ફરીથી રાબેતા મુજબ શરૂ થતા વેપારીઓને હાશકારો થયો છે.

ST તંત્રને લાખો રૂપિયાની ખોટ

તો વાવાઝોડાના કારણે એસટી તંત્રના નુકસાનની વાત કરીએ તો રાજકોટ પંથકનાં એસટીના કેટલાક રૂટ બંધ કરાતાં એસટીને માત્ર એક દિવસનું 8 લાખ જેટલું નુકશાન થયું છે. પોરબંદર, સોમનાથ, દીવ અને માંડવી તરફ જતી બસના રૂટ બંધ કરાયા હતા. જેની નુકસાની એસટી તંત્રને ભોગવવી પડી છે.

અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો હેરાન

વાત કરીએ વરસાદના કારણે પાણી ભરાઇ જવાની તો સુત્રાપાડામાં પણ કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતાં. આઈબી નગર વિસ્તારમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. ઉનાના ખજૂદરા ગામે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સાયક્લોન સેન્ટરમાં પણ પાણી ઘુસ્યુ હતું. જેના વીડિયો પણ વાયરલ થયા છે. અતિશય પવન અને વરસાદને કારણે વેરાવળ જુનાગઢ હાઇવે પર તાલાળા ચોકડી પાસે આવેલા શોરૂમના છાપરા ઉડી ગયા અને દીવાલ પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદનાં વસ્ત્રાલમાં RTOમાં ખોટી રીતે લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયુ

Nilesh Jethva

‘મા’ કાર્ડની મજાક ઉડાવતી અમદાવાદની આ પ્રખ્યાત હોસ્પિટલો

Path Shah

અમદાવાદમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, એકબીજા પર કર્યા આક્ષેપો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!