ભારતમાં આ કંપની લૉન્ચ કરશે પોતાની મીની કેમ્પેક્ટ SUV કાર, ફિચર્સ છે જોરદાર

પિકઅપ વાહનો માટે દુનિયાભરમાં જાણીતી કંપની Isuzu ભારત માટે કેમ્પેક્ટ SUV કારને લૉન્ચ કરવાનો પ્લાન કરી રહી છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં તે પોતાના લાઈનઅપમાં આવેલા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. Isuzu ના વાહનોને તેમના હેવી એન્જીન માટે ઓળખવામાં આવે છે. જોકે કંપની પોતાની નવી SUVને નવા હાઈબ્રિડ પાવરટ્રેન સાથે બનાવી શકે છે. કારના પાર્ટ્સને લઈને કંપની લોકલ સપ્લાપર પાસેથી પુરવઠો લઈ શકે છે. જેથી કંમતને ઓછી કરી શકાય.

કંપનીએ ઈન્ટરનેશનલ માર્કેટ માટે પહેલા જ મીની SUV તૈયાર કરી લીધી છે. ભારતમાં 6 વર્ષથી વાહન બનાવી રહેલી Isuzuએ પોતાની બ્રાન્ડ D-Max માં 1 SUV MU-X અને 3 પિકઅપ કાર લૉન્ચ કરી છે. ભારતમાં કોમ્પેક્ટ એસયુવી કારના માર્કેટમાં હાલ મારૂતિ, મહિન્દ્રા અને હુન્ડાઈ પ્રમુખ છે. તમને જણાવી દઈએ કે Isuzuની આંધ્ર પ્રદેશ સ્થિત ફેક્ટરીમાં 50 હજાર યુનિટ બનાવવાની ક્ષમતા છે.

ભારતીય બજારની માંગને જોતા કંપની દેશમાં જ એસયુવી બનાવવા વિશે વિચારી રહી છે. હાલમાં જ કંપનીએ MU-X Facelift લૉન્ચ કરી છે અને તેની કંમત 26.27 લાખ રાખવામાં આવી છે. કંપની હવે કેટલા સમયમાં પોતાની નવી મીની કોમ્પેક્ટ એસયુવી કાર લૉન્ચ કરશે અને તેની કંમત કેટલી રાખશે તે વિશે હજી સુધી કોઈ જાણકારી સામે આવી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter