GSTV
Jamnagar ગુજરાત

ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ

આપના નેતા ઇસુદાન ગઢવીએ જામનગરના ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે મુલાકાત કરી. ધ્રોલના હજામચોરામાં રવજીભાઇ પટેલ નામના ખેડૂતે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હતો. ત્યારે ઇસુદાન ગઢવીએ મૃતક રવજીભાઇના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. સરકાર મૃતક ખેડૂતના પરિવારજનોને આર્થિક સહાય કરે તેવી માંગ ઇસુદાન ગઢવીએ કરી છે.

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આપઘાત કરી લેનાર મૃતક ખેડૂતના પરિજનોને મળવા AAP ના ગુજરાત પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી પહોંચ્યા. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે રહેતા ખેડૂત રવજીભાઈ પટેલે નબળી આર્થિક પરિસ્થિતિને લીધે આપઘાત કર્યો હતી.

મૃતક ખેડૂતના પરિજનોને મળવા આજે AAP ગુજરાત પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા. AAP નેતા ઈશુદાન ગઢવીએ મૃતક ખેડૂતના પરિજનોને મળતા સાંત્વના પાઠવી હતી અને પરિજનોને કોઇપણ જરૂરિયાત હોય તો મદદરૂપ થવા ખાતરી આપી હતી. ખેડૂતના પરિજનોને આર્થિક સહાય કરવા સરકાર પાસે AAP નેતા ઈશુદાન ગઢવીએ માંગ કરી છે.

MUST READ:

Related posts

માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીનની કરી અરજી, માલિની પટેલ અને કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયો છે છેતરપિંડીનો ગુનો

pratikshah

પશુપાલકો આનંદો! દૂધના ખરીદ ભાવોમાં પ્રતિકિલો ફેટ પર 20 રૂપિયાનો વધારો જાહેર, સરહદ ડેરીએ કર્યો ભાવ વધારો

pratikshah

ગુજરાતના ત્રણ શહેરમાં NIAએ કેટલાક યુવાનોને ડીટેઈન કરી કલાકો સુધી કરી પૂછપરછ, ચોંકાવનારા ખુલાસાઓ આવે તેવી આશંકા

pratikshah
GSTV