GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ આ સમયે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરવા બનશે મોંઘા, ચાર્જિંગ સ્ટેશનોના ટેરિફ મોડેલ માટે નવો ડ્રાફ્ટ જારી

ઇલેક્ટ્રિક

Last Updated on May 4, 2021 by Bansari

જો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા જો તમારી પાસે ઇલેક્ટ્રિક વ્હીકલ છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. ઉર્જા મંત્રાલયે ચાર્જિંગ સ્ટેશનના ટેરિફ મોડેલ માટે એક નવો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ ડ્રાફ્ટમાં, ટાઇમ ઑફ ધ ડે ટેરિફ આપવામાં આવ્યો છે. આ મુજબ સવારે, બપોર અને સાંજે અલગ અલગ પાવર ટેરિફ રહેશે.

નેશનલ ઇલેક્ટ્રિસિટી માટે જારી કરાયેલા ડ્રાફ્ટમાં, ચાર્જિંગ સ્ટેશન માટે ટેરિફના મોડેલ સાથે સંબંધિત કેટલીક નવી જોગવાઈઓ કરવામાં આવી છે. આમાં, ટાઇમ ઑફ ધ ડે ટેરિફનું મોડેલ અપનાવવામાં આવશે. એટલે કે ચાર્જિંગ સ્ટેશનો માટેના વીજળી દર એક જ દિવસે સવારે, બપોરે અને સાંજે અલગ હશે.

ઇલેક્ટ્રિક

સવારે, બપોર અને સાંજે અલગ-અલગ પાવર ટેરિફ

પ્રાપ્ત માહિતી મુજબ, તે માંગ અને સપ્લાય પર સંપૂર્ણપણે નિર્ભર રહેશે. વીજળીના દરો પીક અવર્સમાં સૌથી વધુ રહેશે. સાંજે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરવું એ સૌથી મોંઘુ થશે. સવારે વીજળીના દર નીચા રહેશે. તેથી તે તમારા માટે સસ્તુ બની શકે છે.

ડિમાંડ-સપ્લાય અનુસાર રેગ્યુલેટર્સ રેટ નક્કી કરશે

 રેગ્યુલેટર્સ ડિમાન્ડ અને સપ્લાયના આધારે વીજળીના દરો નક્કી કરશે. પબ્લિક ચાર્જિંગ સ્ટેશન માટે વીજળી દર અલગ અલગ હોઈ શકે છે. પ્રાઇવેટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરતા લોકો માટે વીજળી દર પણ જુદા હોઈ શકે છે. તે જ સમયે, ખાનગી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરનારાઓ માટે વીજળી દર અલગ અલગ હશે. ટેરિફ લોડ અનુસાર નક્કી કરવામાં આવશે.

પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરનારા એગ્રીગ્રેટર્સને ઓપન માર્કેટમાંથી રિન્યૂએબલ એનર્જી ખરીદવાની મંજૂરી આપવામાં આવશે. આ તેમને ડિસ્કોમ્સ પર આધારિત નહી રહેવુ પડે. આ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે અને ઉર્જા મંત્રાલયે તમામ હોદ્દેદારોનો અભિપ્રાય માંગ્યો છે અને તે પછી તેનો અમલ થશે.

ઇલેક્ટ્રિક

મોલ, હોસ્પિટલો અને હોટલોના પાર્કિંગ સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાસ ગેહલોતે 100 થી વધુ વાહનોની પાર્કિંગ ક્ષમતા ધરાવતા મોલ, હોસ્પિટલો, હોટલો અને ઓફિસો વગેરેને ઇલેક્ટ્રોનિક વાહનો અને તેમના ચાર્જિંગ સ્ટેશન માટેના પાંચ ટકા પાર્કિંગ જગ્યા રાખવા જણાવ્યું છે. પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે સરકારે જે મોલ, હોટલો, હોસ્પિટલો અને ઓફિસોનો આ માટે સંપર્ક કર્યો છે તેઓને આ પ્રપોઝલના અમલ માટે ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

હાલમાં, દિલ્હીમાં કુલ 72 ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. દિલ્હી સરકાર આગામી 6 મહિનામાં 500 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. સરકારની યોજના દર ત્રણ કિલોમીટરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવાની છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!