GSTV
Home » News » ISSF World Cup: આ મહિલા ખેલાડીએ 10 મીટર એર રાઈફલમાં જીત્યો ગોલ્ડ

ISSF World Cup: આ મહિલા ખેલાડીએ 10 મીટર એર રાઈફલમાં જીત્યો ગોલ્ડ

ભારતીય મહિલા નિશાનબાજ અપૂર્વી ચંદેલાએ પોતાનું ભવ્ય પ્રદર્શન જાળવી રાખતા ચાલુ રાખીને ISSF વર્લ્ડ કપમાં રવિવારે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. જયપુરની નિશાનબાજે ફાઈનલમાં 251.0ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનની વાંગ લુયાઓએ 250.8ના સ્કોર સાથે રજત અને તેજ દેશની જુન હોંગે 229.4 સ્કોર સાથે કાંસ્ય પદક જીત્યો હતો.

અપૂર્વીનો આ વર્ષેનો આ બીજો ગોલ્ડ મેડલ છે. ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં તેઓએ વર્લ્ડ રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બીજિંગમાં બીજા વિશ્વ કપમાં તે ચોથા સ્થાને રહી હતી. આ તેમની કારકિર્દી નો ચોથો ISSF પદક છે. અપુર્વી અને વાંગ વચ્ચેનો મુકાબલો ખૂબ રસાકસી ભર્યો રહ્યો જેમાં આ ભારતીય ફક્ત 0.1 અંક સાથે આગળ હતી. અપર્વીએ અંતમાં 10.4 અંક સાથે ગોલ્ડ મેળવ્યો હતો જ્યારે વાંગ 10.3 અંક જ મેળવી શકી હતી.

READ ALSO

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!