GSTV

વાદળોની આરપાર દુશ્મનોને જોઈને જાસૂસી કરી આપતો ઉપગ્રહ EOS-01 અવકાશમાં ISRO તરતો મૂકશે, ભારતીય સૈન્યની તાકાત વધારશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ISRO – દુશ્મન દેશો પર ગીધની જેમ નજર રાખવા માટે આવતા મહિને ઉપગ્રહ ‘EOS-01’ અવકાશમાં તરતો મૂકશે. તે પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ તરીકે જાણીતો છે. આ ઉપગ્રહની ખાસ વાત એ છે કે તેને PSLV-C49 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ઇસરોના વૈજ્ઞાનિકો 7 નવેમ્બરના રોજ 3 કલાકે શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી સેટેલાઇટ ‘EOS-01’ને લોંચ કરશે. જે વાદળોની વચ્ચે આરપાર જોઈને પૃથ્વીનું નિરીક્ષણ કરી શકશે. ચીન, પાકિસ્તાન દુશ્મનની આતંકવાદી ઘુસણખોરી જેવી કોઈપણ હિલચાલ પર નજર રાખવામાં અસરકારક સાબિત થશે.

EOS-01 ઉપરાંત 9 ઉપગ્રહો પણ લોંચ કરવા તૈયાર છે. આ તમામ ઉપગ્રહો ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથેના વેપારી કરાર હેઠળ લોંચ કરવામાં આવશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ઉપગ્રહ ‘EOS-01’ એ પૃથ્વી નિરીક્ષણ રીસેટ ઉપગ્રહોની અદ્યતન શ્રેણી છે. આ ઉપગ્રહની મદદથી પૃથ્વી પર કોઈપણ હવામાનના ફેરફાર ઉપર નજર રાખી શકાય છે. જે વિમાની સેવા, લશ્કર અને ખેતી માટે ઘણી ઉપયોગી માહિતી આપશે. ઉપગ્રહમાં સીન્ખેટીક રડારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચીનથી છેલ્લા ઘણા મહિનાઓથી પૂર્વી લદ્દાખની સ્થિતિ કેવી તંગ રહી છે તે જોતાં સેટેલાઇટ સરહદ પર ચાંપતી નજર રાખશે.

READ ALSO

Related posts

VIVO માર્કેટનો સૌથી પાતળો 5G PHONE લોન્ચ કરવાની તૈયારીમાં, ભારતમાં હશે તેની આ કિંમત

Karan

હવે યૂઝર્સ ફોનકોલ્સનું કારણ પણ જાણી શકશે, Google કરી રહી છે આ મોટી તૈયારી

Ankita Trada

Samsung લોન્ચ કરશે એકદમ સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!