GSTV
Home » News » આજે વહેલી સવારે ઇસરોએ નેવિગેશન સેટેલાઇટ લોંચ કર્યું

આજે વહેલી સવારે ઇસરોએ નેવિગેશન સેટેલાઇટ લોંચ કર્યું

ઇસરોએ આજે વહેલી સવારે નેવિગેશન સેટેલાઇટ લોંચ કર્યું છે. ઇન્ડિયન રીઝનલ નેવિગેશન સેટલાઇટ સિસ્ટમ એટલે કે આઇઆરએનએસએસ – વનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી વહેલી સવારે ચાર વાગ્યે લોંચ કરવામાં આવ્યો.

પીએસએલવી સી ફોરટી વન રોકેટ થકી આ સેટેલાઇટ લોંચ કરાયો છે. આઇઆરએનએસએસ વન હવે જૂના આઇઆરએનએસએસ વન એચની જગા લેશે. આઇઆરએનએસએસ વન એચનું લોચિંગત ગત વરસે 31 ઓગસ્ટે નિષ્ફળ ગયું હતું. આ સેટેલાઇટ ભારતીય નેવિગેશન મેપ સિસ્ટમ એટલે કે નાવિકને વધુ મજબૂત કરશે.

નાવિકના ભાગરૂપે ભારતે અત્યાર સુધીમાં આઠ સેટેલાઇટ લોંચ કર્યા છે. સેટેલાઇટની મદદથી નક્શા બનાવવામાં, સમયના સચોટ આકલન, નેવિગેશન અને દરિયાઇ નેવિગેશનમાં મદદ મળશે.

આ સેટેલાઇટ સેના માટે ઘણો મહત્વનો રહેશે. મહત્વનુ છે કે ઇસરોનુ ગત 29 માર્ચનુ જીએસ જીએને લોંચ કર્યો હતો. જો કે 24 કલાક બાદ તેનો સંપર્ક કપાઇ ગયો હતો. ફરી સંપર્કના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા હતા.

Related posts

અસમનાં ડિબ્રૂગઢમાં રેલ દુર્ઘટના, પાટા પરથી ઉતર્યા માલગાડીનાં સાત ડબ્બા

Mansi Patel

34હજારમાં ખરીદો આ ઈલેક્ટ્રિક બાઈક, આ છે તેનાં ફિચર્સ…

pratik shah

દિલ્હી અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારને 19 લાખ રૂપિયાની સહાય અપાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!